Home> Gujarat
Advertisement
Prev
Next

આણંદ: બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કરનાર ઠગને થાંભલે બાંધી માર માર્યો

ઓડ ગામની આંગણવાડી પાસેનાં પાંચ વર્ષનાં બાળકને લાલચ આપીને ફોસલાવીને એક વ્યક્તિ ભાગી રહ્યો હતો. જો કે ગામમાંથી પસાર થતા એક ગ્રામજનની નજરે પડતા જ બાળકને લઇને ભાગતા આ વ્યક્તિને અટકાવીને પુછપરછ કરી હતી. જો કે તે શંકાસ્પદ લાગતા તેને અટકાવીને ગ્રામજનોને ભેગા કર્યા હતા. જેથી ટોળેટોળા એકત્ર થતા તેને થાંભલે બાંધીને માર માર્યો હતો. આ અંગે સ્થાનિકોએ ખંભોળ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને યુવકની ધરપકડ કરી હતી. 

આણંદ: બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કરનાર ઠગને થાંભલે બાંધી માર માર્યો

આણંદ : ઓડ ગામની આંગણવાડી પાસેનાં પાંચ વર્ષનાં બાળકને લાલચ આપીને ફોસલાવીને એક વ્યક્તિ ભાગી રહ્યો હતો. જો કે ગામમાંથી પસાર થતા એક ગ્રામજનની નજરે પડતા જ બાળકને લઇને ભાગતા આ વ્યક્તિને અટકાવીને પુછપરછ કરી હતી. જો કે તે શંકાસ્પદ લાગતા તેને અટકાવીને ગ્રામજનોને ભેગા કર્યા હતા. જેથી ટોળેટોળા એકત્ર થતા તેને થાંભલે બાંધીને માર માર્યો હતો. આ અંગે સ્થાનિકોએ ખંભોળ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને યુવકની ધરપકડ કરી હતી. 

fallbacks

સુરતમાં ઇન્ડલ્ટ્રીયલ જર્જરીત બિલ્ડિંગનો એક હિસ્સો ધરાશાયી, 1નું મોત

બપોરનાં સમયે ઓડ આંગણવાડી પાસે રમી રહેલા એક પાંચ વર્ષનાં બાળકને એક વ્યક્તિએ લાલચ આપીને પોતાની સાથે લઇ જઇ રહ્યો હતો. ત્યારે અચાનક કેટલાક યુવકોને શંકા જતા તેને રોકીને પુછપરછ કરતા બાળકને ઉઠાવીને જઇ રહ્યો હોવાની જાણ થઇ હતી. યુવકોએ શખ્સને અટકાવીને પુછપરછ કરતા તે શંકાસ્પદ જણાતા તેને થાંભલે બાંધીને માર માર્યો હતો. આ અંગે ગ્રામજનોએ પોલીસને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

LRD મુદ્દે આપઘાત: રબારી સમાજનાં આગેવાનોની સમજાવટ બાદ મૃતદેહ સ્વિકાર્યો

જો કે ઉમરેઠમાં છેલ્લા કેટલાક સમયથી બાળકોને ઉઠાવી જતી ગેંગ સક્રિય છે. ગત્ત મહિને ભાલેજ ગામ નજીક એક બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ભારતીય કિસાન યુનિયનનાં સભ્યોની સજાગતાનાં કારણે તે બચી ગઇ હતી. આ ઉપરાંત મોરડ ગામની સીમમાંથી પણ એક બાળકીને ઉઠાવી જવાનો અજાણ્યા ઇસમો ઉઠાવી ગયા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More