Home> Gujarat
Advertisement
Prev
Next

Viral Video : છોટા ઉદેપુરમાં માતાનો પુત્રીનો અમાનુષી અત્યાચાર

સભ્ય સમાજને શરમાવતો અને ચોંકાવનારો એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. આ વીડિયો જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ શકે છે, તો સાથે જ તમને વીડિયોમાં દેખાતા લોકો પર ગુસ્સો પણ આવી શકે છે.

Viral Video : છોટા ઉદેપુરમાં માતાનો પુત્રીનો અમાનુષી અત્યાચાર

અમદાવાદ: સભ્ય સમાજને શરમાવતો અને ચોંકાવનારો એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. આ વીડિયો જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ શકે છે, તો સાથે જ તમને વીડિયોમાં દેખાતા લોકો પર ગુસ્સો પણ આવી શકે છે. કારણ કે આ વીડિયો એક વૃદ્ધા પર અમાનુષી અત્યાચારનો છે. સંખેડા તાલુકાના વેલપુર ગામના આ વીડિયો છે જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાઈરલ થયેલા વીડિયોમાં પુત્રી અને પૌત્ર દ્વારા વૃદ્ધ મહિલાને ઢોરમાર મારવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં પુત્રી અને પૌત્ર વૃદ્ધા દોરડાથી બાંધીને માર મારવામાં આવી રહ્યો છે, તો ખુદ પોતાનો પૌત્ર વૃદ્ધાને ઉંચકીને ઘરની બહાર ફેંકી દેતો પણ નજરે પડે છે.

fallbacks

આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે રવિવારે તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાંથી જ આવી ઘટના સામે આવી હતી. જેમાં સત્તારૂઢ પાર્ટી TRSનાં એક નેતાની જનતા પ્રતિ સંવેદનાને બદલે બર્બરતાની ઘટના સામે આવી હતી. ધારાપલ્લી મંડલનાં સ્થાનીય નિર્વાચિત નેતાએ એક મહિલાને લાતો મારીને ઢોરમાર માર્યો હતો.

તો આવી બીજી એક ઘટના કોલકત્તામાંથી સામે આવી હતી. જેમાં ઘરની વહુ પોતાની વૃદ્ધ સાસુના વાળ ખેંચીને માર મારી રહી છે. તો સાથે જ સાસુને ધક્કા પણ મારી રહી છે. સાસુની ભુલ માત્ર એટલી હતી કે તેણે ઘરમાંથી ફૂલ તોડ્યું હતું. તો બીજી તરફ ઓરિસ્સામાં થોડા દિવસ પહેલા એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં એક મહિલા પોતાની 75 વર્ષની સાસુને જાહેરમાં માર મારી રહી હતી અને રસ્તા વચ્ચે તેને ઢસડીને લઇ જઇ રહી હતી. આ ઘટના ઓરિસ્સાના બરગઢ જીલ્લાના ગૈસીલાટ બ્લોકની હતી. મહિલાએ પહેલા પોતાની સાસુને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી અને પછી ગામના રસ્તા પર ઢસડીને લઇ જઇ રહી હતી.

વાઈરલ થયેલા વીડિયો પરથી એ જ સવાલ થશે કે ક્યાં સુધી વૃદ્ધો પર અમાનુષી અત્યાચાર ચાલતો રહેશે? ક્યાં સુધી આવા લોકો સભ્ય સમાજને શરમાવતા રહેશે.? વૃદ્ધો પર અત્યાચાર કરતા આવા હેવાનોને કોણ રોકશે? વારંવાર સામે આવી આવતી ઘટનાઓ ક્યારે અટકશે ? તો કોણ આવશે આવા વૃદ્ધોની વ્હારે ? શું હવે આવી ઘટનાઓને રોકવા માટે કાયદામાં બદલાવ કરવાની જરૂર છે? 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More