ચેનત પટેલ, સુરત: સુરતમાં છુટ્ટા હાથની મારામારીનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના સુરતના વેસુ વિસ્તારની છે. વેસુ વિસ્તારમાં આવેલા સ્ટાર ગેલેક્સીના સિક્યુરિટી ગાર્ડ અને યુવાનો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. ધટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:- ચીખલી : વહુને બચાવવા ગયેલા સસરા અને દાદી સાસુને પણ કરંટ લાગ્યો, ત્રણેયના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેસુ વિસ્તારના સ્ટાર ગેલેક્સીમાં પ્રવેશને લઇને સિક્યુરિટી ગાર્ડ અને યુવાનો વચ્ચે મારા મારી થઈ હતી. જેનો એક સ્થાનિક વ્યક્તિએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે આ વીડિયામાં જોવા મળી રહ્યું છે કે, સ્ટાર ગેલેક્સિના સિક્યુરિટી અને યુવાનો વચ્ચે ઝગડો થયો હતો જેમાં બેટ અને દંડા વડે એકબીજા પર હુમલો કરી રહ્યાં હતા. જો કે આ ધટનાને પગલે પોલીસે વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે