Home> Gujarat
Advertisement
Prev
Next

Viral Video: સુરતની મહિલા હોમગાર્ડને વર્દીમાં વિડીયો બનાવવો ભારે પડ્યો

સુરતના સોશિયલ મીડિયા (Social Media) માં એક વિડીયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં હોમગાર્ડ મહિલા જવાને બોલીવુડના એક ડાયલોગ પર વર્દીમાં એક શોર્ટ વિડીયો બનાવી સોશિયલ મીડિયા (Social Media) માં પોસ્ટ કર્યો હતો.

Viral Video: સુરતની મહિલા હોમગાર્ડને વર્દીમાં વિડીયો બનાવવો ભારે પડ્યો

ચેતન પટેલ, સુરત: સોશિયલ મીડિયા (Social Media) માં છવાઈ જવા અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં યુવાનો પોતાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. આ ઉપરાંત શોર્ટ વિડીયો (Short Video) બનાવવા માટે લોકો નિયમની પણ ધજીયા ઉડાવી રહ્યા છે. ત્યારે સુરતમાં હવે ખાખી વર્દીને પણ આ પ્રકારનું ઘેલું લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરત (Surat) માં એક હોમગાર્ડ મહિલા (Female Home Guard) નો વિડીયો વાયરલ (Viral Video) થયો છે. અને આ વિડીયો વાયરલ (Viral Video) થતા તેઓને નોટીસ આપવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

fallbacks

જો તમે પરસેવાની કમાણીના પૈસાનું રોકાણ કરવા ઇચ્છતા હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લેજો

વર્દીમાં મહિલા હોમગાર્ડ બનાવ્યો વિડીયો
સુરત (Surat) માં ભૂતકાળમાં જીવના જોખમે બાઈક પર સ્ટંટ કરતા, હથીયારો લઈને વિડીયો બનાવતા લોકો સામે વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા (Social Media) માં છવાઈ જવા અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં નિયમો અને કાયદાઓનો છડે ચોક ભંગ થઇ રહ્યો છે. પરંતુ હવે ખાખી વર્દીને પણ આ પ્રકારનું ઘેલું લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. 

સુરતના પાંડેસરામાં દુકાનો અને મકાનો સીલ કરતાં હોબાળો, કહ્યું 'અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો'

સુરતના સોશિયલ મીડિયા (Social Media) માં એક વિડીયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં હોમગાર્ડ મહિલા જવાને બોલીવુડના એક ડાયલોગ પર વર્દીમાં એક શોર્ટ વિડીયો બનાવી સોશિયલ મીડિયા (Social Media) માં પોસ્ટ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. એટલું નહિ પણ હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ સામે તાત્કાલિક પગલાં ભરવા માગ કરાઈ રહી છે. અગાઉ આવા કેસોમાં બે જવાન સામે શિક્ષાત્મક પગલાં ભરાયા હોય તો મહિલા હોમગાર્ડ (Female Home Guard) સામે કેમ નહિ એવા પ્રશ્નો ઉભા થયા હતાં.

પુરેપુરી ફી ભરી હોવાછતાં શાળાએ રિઝલ્ટ અટકાવ્યા, વાલીઓએ આપ્યું આવેદન પત્ર

તપાસ સોપવામાં આવી 
હોમગાર્ડ ઓફિસર એસ. કે. પટેલએ જણાવ્યું હતું કે, વાયરલ થયેલો વિડીયો (Viral Video) મારા ધ્યાને આવ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. વીડિયો (Video) કયા સ્થળ પર બનાવવામાં આવ્યો છે એ હજી ખબર નથી પણ વર્દીનું અપમાન ચલાવી નહિ લેવાય. સી ઝોનના કમાન્ડિંગ ઓફિસર કિરીટ પટેલને તપાસ સોંપવામાં આવી છે. વીડિયો બનાવનાર બહેનને નોટિસ (Notice) આપવાના આદેશ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More