Home> Gujarat
Advertisement
Prev
Next

સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ; હળવદમાં ચારણબાઈ વિશે બોલ્યા વિવાદિત બોલ

સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો થયો વાયરલ...મોરબીના હળવદમાં ચારણબાઈ વિશે સ્વામીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન...ચારણબાઈએ મંત્રની બાંધેલા પારાના હિસાબે દર્શન નહીં આપ્યાની કરી ટિપ્પણી.

 સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ; હળવદમાં ચારણબાઈ વિશે બોલ્યા વિવાદિત બોલ

Swaminarayan Swami's controversial statement: સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન બાદ ગઈકાલે (બુધવાર) ભગવાન શિવ અને માતા પાર્વતી વિશે એક નિવેદન આપવામાં આવ્યું હતું. હવે મોરબીના હળવદમાં ચારણબાઈ વિશે સ્વામીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જી હા... સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના અનેક વિવાદિત નિવેદનોના કારણે લોકોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે.

fallbacks

મોરબીના હળવદમાં ચારણબાઈ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સ્વામીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, ચારણબાઈએ મંત્રની બાંધેલા પારાના હિસાબે દર્શન નહીં આપ્યાની ટિપ્પણી કરી છે. મંત્રની બાંધેલા પારાના કારણે સ્વામી નારાજ થયા અને દર્શન આપ્યા નહીં. હળવદના રણજીતગઢ પાસે આવેલા હરિકૃષ્ણ ધામના સ્વામીનો વીડિયો વાયરલ થયો છે. જોકે ZEE 24 કલાક આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. 

ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ સંત શિરોમણી જલારામ બાપા વિશે કરેલા વિવાદીત નિવેદનનો વિવાદ સમવાનું નામ લઈ રહ્યો નથી. હવે છેક રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં પણ જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિરોધ થઈ રહ્યો છે. વાપીના જાણીતા જલારામ મંદિરમાં જલારામ ભક્તો દ્વારા જ્ઞાનપ્રકાશ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભક્તોએ મોઢા પર કાળી પટ્ટી બાંધી અને મૌન રીતે વિરોધ કર્યો હતો. અને જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર જાતે જઈ જલારામ બાપાના દર્શન કરી રૂબરૂ માફી માંગે તેવી માંગ કરી હતી. 

જલારામ બાપા વિશે જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ જલારામ ભક્તો અને ઉગ્ર રીતે વિરોધ કરી રહ્યા છે. જોકે વાપીમાં જલારામ ભક્તોએ સંયમ દાખવી મોઢા પર કાળી પટ્ટી બાંધી મૌન વિરોધ કરી જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ વીરપુર જઈ જલારામ બાપા ની માફી માંગે તેવી માંગ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More