વિરપુર: રાજકોટ ગ્રામ્ય તથા ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કહેરના કારણે વિરપુરમાં જલારામ મંદિર દ્વારા 30 ઓગષ્ટથી ફરી એકવાર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર ફરી એકવાર બંધ થઇ રહ્યું છે. વીરપુરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેના પગલે મંદિર મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ગીર સોમનાથ: ખેતરો બન્યા તળાવ અને એટલી વિશાળ માછલી તણાઇ આવી આંખો થઇ જશે પહોળી
જલારામ બાપાના ભક્તોએ એક મહિના સુધી બાપાના દર્શન નહી કરી શકે. કોરોના મહામારીના કારણે લોકોનાં સ્વાસ્થય અને સરકારની ગાઇડલાઇનને ધ્યાને રાખીને મંદિરના ગાદીપતિ રઘુરામબાપા દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી મંદિર બંધ રાખવામાં આવ્યો હતો.
રાજકોટ: દારૂની હેરાફેરી માટે બૂટલેગરની વિચિત્ર તરકીબ, પોલીસ પણ આશ્ચર્યચકિત
સાતમ આઠમ અને જન્માષ્ટમીનું વેકેશન આવી રહ્યું હોવાના કારણે 8થી12 ઓગસ્ટ દરમિયાન આ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ત્યાર બાદ ફરી એકવાર જલારામ મંદિર 30 ઓગષ્ટ, 2020 થી 1 ઓક્ટોબર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જો કે આ દરમિયાન ઓનલાઇન દર્શન કરી શકાશે. વિરપુર ટ્રસ્ટની વેબસાઇટ પર દર્શન કરી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે