Home> Gujarat
Advertisement
Prev
Next

Visavadar By Election: જયેશ રાદડિયા અને કિરીટ પટેલના સસરાનાં ગામમાં પણ ભાજપની હાર! આપ નીકળ્યું આગળ

BJP vs AAP: વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ આવી ગયાને 24 કલાક થઈ ગયા છે પરંતુ તેની ચર્ચા સતત ચાલી રહી છે. પેટાચૂંટણીના પરિણામ બાદ હવે કેટલીક રસપ્રદ વાતો પણ સામે આવી રહી છે. જયેશ રાદડિયા અને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સસરાનાં ગામમાં પણ આમ કરતા ભાજપને ઓછા મત મળ્યા છે.
 

  Visavadar By Election: જયેશ રાદડિયા અને કિરીટ પટેલના સસરાનાં ગામમાં પણ ભાજપની હાર! આપ નીકળ્યું આગળ

Visavadar By Election: ગુજરાતમાં બે બેઠકો પર યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ 23 જૂને જાહેર થયું હતું. જેમાં વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી પરિણામની ચર્ચા ગુજરાત સહિત દેશભરમાં થઈ રહી છે. કારણ કે અહીંથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ 17554 મતે જીત મેળવી છે. ગોપાલ ઈટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલને પરાજય આપ્યો છે. 

fallbacks

ગોપાલ ઈટાલિયાની શાનદાર જીત
વિસાવદરમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણી ભારતીય જનતા માટે વર્ચસ્વની લડાઈ બની ગઈ હતી. વિસાવદરમાં છેલ્લા 18 વર્ષથી સતત હારનો સામનો કરી રહેલી ભાજપે આ ચૂંટણી જીતવા ઘણા દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી હતી. ભાજપે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીની જવાબદારી સોંપી હતી. વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમાં લેઉવા પટેલ સમાજના મતદારો વધુ છે, અને આ મત ભાજપમાં પડે તેની જવાબદારી રાદડિયા પાસે હતી.

આ પણ વાંચોઃ જવાહર ચાવડા જિંદાબાદઃ ગોપાલ ઈટાલિયાએ શાંત જળમાં પથ્થર કેમ ફેંક્યો?

ઈટાલિયાની જીત બાદ સામે આવી રસપ્રદ માહિતી
વિસાવદર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત બાદ રસપ્રદ માહિતી સામે આવી છે. ભાજપે જે વ્યક્તિને આ સીટ જીતાડવા માટે જવાબદારી સોંપી હતી તેવા જયેશ રાદડિયાના સસરાના ગામમાં આમ આદમી પાર્ટીને વધુ મત મળ્યા છે. જયેશ રાદડિયાના સસરાનું ગામ કાથરોટા છે, જે વિસાવદર વિધાનસભા સીટમાં આવે છે.

આ ગામમાં આમ આદમી પાર્ટીને ભાજપ કરતા 321 મત વધુ મળ્યા છે. આ સિવાય ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પોતાના સસરાનાં ગામ પ્રેમપરામાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા કરતા 56 મતે પાછળ રહી ગયા છે. એટલે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને જયેશ રાદડિયાના સસરાના ગામોમાં પણ આમ આદમી પાર્ટીને ભાજપ કરતા વધુ મત મળ્યા છે.

હવે હારનું ઠીકરું રાદડિયાના માથે ફોડી ભાજપ મેન્ડેટ વોરનો બદલો લેશે!
ભાજપની વિસાવદરમાં હાર થઈ છે ત્યારે ભાજપને ભાવતુ ભોજન મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. જયેશ રાદડિયા વિસાવદરમાં ભાજપને જીતાડી શક્યા નથી તે વાત સાબિત થઈ છે ત્યારે ભાજપ ખુદ તેમને હાર માટે કારણભૂત ગણી રહ્યું છે. હવે હારનું ઠીકરું રાદડિયાના માથે ફોડી ભાજપ મેન્ડેટ વોરનો બદલો લેશે.

આ પણ વાંચોઃ આ છે વડોદરાના સૌથી ધનાઢ્ય લોકો, કરોડો-અબજો રૂપિયાની સંપત્તિના છે માલિક

રાદડિયાને ભાજપે વિસાવદરને પેટાચૂંટણીમાં બરોબરને ભેરવી દીધા
તાજેતરની જ વાત લઈ લો.. જયેશ રાદડિયા સહકારી સંસ્થામાં મેન્ટેડ આપ્યો ન હોવા છતાંય ભાજપ સામે શિંગડા ભેરવીને પાર્ટીના જ ઉમેદવાર બિપીન ગોતાને હરાવ્યાં હતાં. તે વખતે મેન્ડેટ વોર જામ્યો હતો. જયેશ રાદડિયાની સહકારી સંસ્થાઓમાં પક્કડ હોવાથી ભાજપની નેતાગીરીએ ચૂપ રહેવાનુ મુનાસીબ માન્યુ હતું. હવે આ જ રાદડિયાને ભાજપે વિસાવદરને પેટાચૂંટણીમાં બરોબરને ભેરવી દીધા હતાં. પાટીલે આ બેઠક પર રાદડિયાને પ્રભારી બનાવીને ઇટાલિયા સામે મેદાને ઉતાર્યા હતાં. ભાજપને ખબર હતી કે વિસાવદર જીતવું પડકાર સમાન છે. આ બેઠક પર મતદારો ભાજપને સ્વિકારવા રાજી નથી. તેમ છતાંય રાદડિયાને જવાબદારી સોંપાઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More