અમિત રાજપૂત/અમદાવાદ :બોલિવુડ ફિલ્મોમાં ઐતિહાસિક ઘટના અન કોઈ ઐતિહાસિક પાત્ર સાથે છેડછાડથી લઈને વિવાદની ઘટનાઓ હંમેશા થતી રહે છે. તાજા કિસ્સામાં સૈફ અલી ખાન (saif ali khan) ની આગામી ફિલ્મ આદિ પુરુષને લઈને છે. જેમાં સૈફ અલી ખાન રાવણની ભૂમિકા ભજવવાના છે. સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષ (adipurush) વિવાદમાં સપડાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદે સૈફ અલી ખાનને ધમકી આપી છે. વિહીપે ધમકી આપતા કહ્યું કે, ફિલ્મમાં સીતા માતા વિશે દર્શાવાશે તો વિહીપ એક્શનમાં આવશે. સૈફ અલી ખાનની જીભ કાપી નાંખીશું.
સૈફ અલી ખાનનો આખો પરિવાર રાવણ છે
વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે સૈફ અલી ખાનને ધમકી આપી છે કે, જો ફિલ્મમાં માતા સીતાની વિરુદ્ધ કંઈ પણ વિવાદાસ્પદ બતાવવામાં આવ્યું તો સૈફ અલી ખાનની જીભ કાપી લેવામાં આવશે. સૈફ અલી ખાન તેમજ તેમનો આખો પરિવાર રાવણ છે. સૈફ અલી ખાને પુત્રનું નામ પણ તૈમૂરના નામ પર રાખ્યું છે. સૈફ અલી ખાન દેશ વિરોધી માનસિકતાવાળા છે. આ રામનો દેશ છે. રાવણનો નથી.
ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણ બનશે
ફિલ્મ આદિપુરુષમાં સૈફ અલી ખાન રાવણની ભૂમિકા ભજવવાના છે. જેમાં રાવણને દયાળુ અને માનવતાવાદી બતાવવાની વાત સૈફ અલી ખાન દ્વારા એક ઈન્ટરવ્યૂમાં કહેવાઈ હતી. જોકે, આ ફિલ્મની શુટિંગ હજી શરૂ થઈ નથી. આ ફિલ્મને વર્ષ 2021માં રિલીઝ કરવામાં આવશે. સાઉથના ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાવ આ ફિલ્મમાં પ્રભાસ તેમાં શ્રીરામની ભૂમિકા ભજવવાના છે. જોકે, માતા સીતા અને લક્ષ્મણની ભૂમિકા કોણ ભજવશે તે હજી સ્પષ્ટ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે