Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદથી 3 રાજ્યોમાં જવા માટે ખાસ વોલ્વો શરૂ કરાઈ, આજથી દોડશે

 એસટી નિગમ પહેલીવાર અમદાવાદથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 6 રાજ્યો માટે બુધવારથી 13 નવા રૂટ શરૂ કરવાની છે. અમદાવાદથી વારાણસી, ગોવાના પણજી, હરિદ્વાર અને ચંડીગઢ સુધી પહેલીવાર વોલ્વો બસ સેવા શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં નવી બસને લીલી ઝંડી બતાવવામાં આવશે. સાથે જ એસટી વિભાગમાં નિમણૂંક પામેલા નવા 1954 કંડક્ટરોને નિમણૂંક પત્રો પણ આપવામાં આવશે.

અમદાવાદથી 3 રાજ્યોમાં જવા માટે ખાસ વોલ્વો શરૂ કરાઈ, આજથી દોડશે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : એસટી નિગમ પહેલીવાર અમદાવાદથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 6 રાજ્યો માટે બુધવારથી 13 નવા રૂટ શરૂ કરવાની છે. અમદાવાદથી વારાણસી, ગોવાના પણજી, હરિદ્વાર અને ચંડીગઢ સુધી પહેલીવાર વોલ્વો બસ સેવા શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં નવી બસને લીલી ઝંડી બતાવવામાં આવશે. સાથે જ એસટી વિભાગમાં નિમણૂંક પામેલા નવા 1954 કંડક્ટરોને નિમણૂંક પત્રો પણ આપવામાં આવશે.

fallbacks

એસટી વિભાગ દ્વારા નવી શરૂ થનારા રૂટ માટે બસના ભાડા પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

  • અમદાવાદથી વારાણસીનું ભાડું રૂ. 3315
  • અમદાવાદથી હરિદ્વારનું ભાડું રૂ. 2696 
  • અમદાવાદથી ગોવાનું ભાડું રૂ. 3320

આ બસ રાત્રે 8 વાગ્યે ઉપડશે. જે ત્રીજા દિવસે સવારે 5.30 વાગ્યે પહોંચાડશે. જ્યારે ટ્રેનમાં થર્ડ એસીમાં આટલું જ ભાડું અને છે અને 35થી 38 કલાકે પહોંચાડે છે. અમદાવાદ-હરિદ્વારનું ભાડું રૂ.2696 છે. સવારે 11 વાગ્યે ઉપડશે. બીજા દિવસે સાંજે 5 વાગ્યે પહોંચશે. ટ્રેનમાં થર્ડ એસીમાં પણ આટલું ભાડું પહોંચાડશે. સવારે 11 વાગ્યે ઉપડશે, બીજા દિવસે સાંજે 5 વાગ્યે પહોંચશે. 

અમદાવાદ-ગોવાનું ભાડું રૂ.3320 છે. બપોરે 4 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 6 વાગ્યે પહોંચાડશે. અમદાવાદ-ચંદીગઢનું ભાડું રૂ.2425 રાખવામાં આવ્યું છે. બપોરે 2 વાગ્યે ઉપડશે, ત્રીજા દિવસે સવારે 9 વાગ્યે પહોંચાડશે. આ ભાડામાં જીએસટી અને ટોલ ટેક્સ અલગથી ઉમેરાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસટી દ્વારા હાલમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિવિધ સ્થળો સુધી બસ સેવા કાર્યરત છે. નવા રૂટના કારણે પ્રવાસીઓને વધુ લાભ મળી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More