Home> Gujarat
Advertisement
Prev
Next

વૃષ્ટિ અને શિવમના વધુ એક સીસીટીવી સામે આવ્યા, પોલીસે રીક્ષાવાળાની કરી પૂછપરછ

વૃષ્ટિ (Vrushti Jashubhai) અને શિવમ પટેલ (Shivam Patel) ના ગુમ થવાનો મામલામાં પોલીસે અત્યાર સુધીમાં છથી વધુ જગ્યાના સીસીટીવી (CCTV) મેળવ્યા છે. હાલ વધુ ત્રણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અગાઉ સોસાયટીના ફૂટેજ બાદ વધુ સીસીટીવી આવવાથી વૃષ્ટિ અને શિવમ ક્યાં ક્યાં જાય છે તે વિશેની માહિતી સામે આવી છે. વૃષ્ટિ અને શિવમ સોસાયટીમાંથી નીકળી ઝેવિયર્સ કોલેજ સુધી ચાલતા ગયા હતા. આ દ્રશ્યો કેમેરામાં જોઈ શકાય છે. 

વૃષ્ટિ અને શિવમના વધુ એક સીસીટીવી સામે આવ્યા, પોલીસે રીક્ષાવાળાની કરી પૂછપરછ

ઉદય રંજન/અમદાવાદ :વૃષ્ટિ (Vrushti Jashubhai) અને શિવમ પટેલ (Shivam Patel) ના ગુમ થવાનો મામલામાં પોલીસે અત્યાર સુધીમાં છથી વધુ જગ્યાના સીસીટીવી (CCTV) મેળવ્યા છે. હાલ વધુ ત્રણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અગાઉ સોસાયટીના ફૂટેજ બાદ વધુ સીસીટીવી આવવાથી વૃષ્ટિ અને શિવમ ક્યાં ક્યાં જાય છે તે વિશેની માહિતી સામે આવી છે. વૃષ્ટિ અને શિવમ સોસાયટીમાંથી નીકળી ઝેવિયર્સ કોલેજ સુધી ચાલતા ગયા હતા. આ દ્રશ્યો કેમેરામાં જોઈ શકાય છે. 

fallbacks

આઠમ પર આજે રાજ્યભરના મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ, અંબાજીમાં ખેડૂતે 551 દીવાની આરતી કરી

વૃષ્ટિ અને શિવમ બંને ઝેવિયર્સ કોલેજના કોર્નર પાસેથી રીક્ષામાં બેઠા હતા. રીક્ષામાં જતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કાલુપુર સ્ટેશનના સીસીટીવીમાં બંને લોકો દેખાયા છે. જે જગ્યાના સીસીટીવી છે તે ઓવર બ્રિજના છે. બંને મિત્રો ઓવરબ્રિજથી એક છેડેથી બીજા છેડે ગયા હોવાની આશંતા છે. જોકે, બંને ટ્રેનમાં બેસીને ગયા છે કે નહીં તે બાબતે હજુ પોલીસ સ્પષ્ટ નથી. રીક્ષા ચાલકને પણ પોલીસે તેની પૂછપરછ કરી હતી. જોકે, રીક્ષા ચાલકે કહ્યું કે, બંને રીક્ષામાં બેસીને કંઈ બોલતા ન હતા. માત્ર એકબીજા સામે હસતા જ હોવાની રિક્ષાચાલકે વાત કરી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

ઉલ્લેખનીય છે કે, શિવમ પટેલ લાપતા થવાના મામલામાં ગઈકાલે શિવમ પટેલનાં માતા સામે આવ્યાં હતા. શિવમની માતા બિંદુબહેને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં શનિવારે નિવેદન નોંધાવ્યું. તેમણે પોતાના પુત્ર શિવમને અને શિવમની ફ્રેન્ડ વૃષ્ટિને જ્યાં હોય ત્યાંથી પાછા આવી જવાની અપીલ કરી છે. બિંદુબહેનના કહેવા પ્રમાણે શિવમ સાથે તેમની છેલ્લી વાતચીત મંગળવારે થઈ હતી. શિવમે અમેરિકાથી જમવાનું લાવવાનું કહ્યું હતું. 

વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલના ગુમ થવા મામલે પોલીસને ધીરે ધીરે પુરાવા તો મળી રહ્યાં છે. પરંતુ બન્નેના મોબાઈલ સ્વિચ ઓફ આવતા હોવાથી પોલીસને બંન્નેનું લોકેશન શોધવામાં મુશ્કેલી પડી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More