Home> Gujarat
Advertisement
Prev
Next

VS હોસ્પિટલમાં નર્સની બેદરકારી, 6 મહિનાની માસુમ બાળકીનો અંગૂઠો કાપી નાંખ્યો

ભારતમાં સરકારી હોસ્પિટલના તબીબોમાં માનવતા રહી જ નથી, તેવા પુરાવા છાશવારે સામે આવતા હોય છે. ત્યારે વીએસ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. વીએસ હોસ્પિટલના સત્તાધીશોએ સમગ્ર મામલો એક કમ્પાઉન્ડર પર ઢોળ્યો છે. 

VS હોસ્પિટલમાં નર્સની બેદરકારી, 6 મહિનાની માસુમ બાળકીનો અંગૂઠો કાપી નાંખ્યો

મૌલિક ધામેચા/અમદાવાદ :ભારતમાં સરકારી હોસ્પિટલના તબીબોમાં માનવતા રહી જ નથી, તેવા પુરાવા છાશવારે સામે આવતા હોય છે. ત્યારે વીએસ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. નર્સની ભૂલની કારણે એક માસુમ બાળકીનો અંગૂઠો કપાયો છે. ત્યારે અમદાવાદના મેયર બીજલ પટેલે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.  

fallbacks

રાજ્યની સૌથી પ્રદૂષિત સાબરમતી નદીની સફાઈનો આજથી પ્રારંભ, ચોસામા પહેલા ચોખ્ખીચણાક કરાશે

માહેનૂર મોહમદ મોસીન કુરેશી નામની એક બાળકીની વી.એસ હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. ન્યુમોનિયા થયો હોવાથી બાળકીને વી.એસ હોસ્પિટલમાં 29 મેના રોજ બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. રવિવારે રજા આપતી વખતે વીગો (હાથમાં લાગેલી સોઈ)  કાપવા જતા નર્સ દ્વારા બાળકીનો અંગૂઠો પણ કપાયો હતો. હાલ બાળકીને ટાકા લેવા પડ્યા છે, ત્યારે કોઈ લેવાદેવા વગર 6 મહિનાની આ બાળકીનો અંગૂઠો કાપી નાંખવામાં આવ્યો છે. માત્ર શરદી-ખાંસી થયા બાદ તેને વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેના બાદ હોસ્પિટલના નર્સ દ્વારા બાળકીનો અંગૂઠો કાપી દેવાયો હતો. આ ઘટના બહાર પરિવારજનોમાં રોષ ફેલાઈ ગયો હતો. 6 માસની માહેનૂરની આંગળી કાપનાર નર્સની સામે કાર્યવાહી કરવા પરિવાજનોએ માંગ કરી છે. હાલ બાળકી વીએસ હોસ્પિટલમાં જ સારવાર હેઠળ છે. 

fallbacks

પવિત્ર રમઝાનમાં પતિ જાહેરમાં જોરજોરથી ત્રણવાર તલાક કહીને જતો રહ્યો, નવસારીની ઘટના

બાળકીના પિતા સિલાઈકામ કરે છે. આ ઘટના બાદ માસુમ બાળકીના માતાપિતા હેબતાઈ ગયા હતા. એક નાનકડી બાળકી હોસ્પિટલનો ભોગ બની હતી. ત્યારે તેની માતા ફરહાનાબાનું કુરેશીએ રડતા અવાજે કહ્યું હતું કે, અમે આ મામલે પોલીસમાં જઈશું. તો હોસ્પિટલના આરએમઓએ કહ્યું કે, બાળકીને નિમોનીયાની અસર હતી, તેથી તેને ઈન્જેક્શન અપાયું હતું. ત્યારે નિડલની સાથે વિગો બાંધવામાં આવ્યો હતો. ત્યારે પાટો કાપતી વખતે બાળકીના અંગૂઠાના થોડા ભાગે ઈજા પહોંચી હતી. 

મેયરે તપાસના આદેશ આપ્યા
આ સમગ્ર મામલે અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા તપાસના આદેશ આપ્યા છે. તપાસ કરીને કસૂરવાર સામે પગલા લેવામાં આવશે. આરોપીને માફ કરવામાં નહિ આવે. 

કેરી ખાનારા પહેલા નિપા વાયરસ સાથેનું કનેક્શન જરૂરી જાણી લો, કેરળમાં પણ આવુ જ થયું હતું

ઉલ્લેખનીય છે કે, આવુ પહેલીવાર નથી કે વીએસ હોસ્પિટલમાં બેદરકારીનો કિસ્સો બન્યો હોય. આ પહેલા પણ અનેકવાર આવા કિસ્સા બન્યા છે, જેમાંથી હોસ્પિલના સત્તાધીશો દ્વારા કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નથી. તાજેતરમાં જ વીએસ હોસ્પિટલમાં યુવતીઓના મૃતદેહોની અદલાબદલી કરાઈ હતી, જેનો હોબાળો મચ્યો હતો. અનેકવાર આવા કિસ્સા બન્યા છતા વીએસના સત્તાધીશો આંખ આડા કાન કરે છે. જ્યારે હવે એક માસુમ બાળકી વીએસના બેદરકાર તંત્રનો ભોગ બની છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More