Home> Gujarat
Advertisement
Prev
Next

વોન્ટેડ સટ્ટાકિંગ જીતુ થરાદ કેવી રીતે પહોંચ્યો રાજભવન અને રાજ્યપાલ સાથે ભોજન લીધું? તસ્વીર વાયરલ

wanted satta king jitu tharad with governer : અમદાવાદના 2 હજાર કરોડના સટ્ટાકાંડનો મુખ્ય સૂત્રધાર જિતુ ઠક્કર આચાર્ય દેવવ્રત સાથે દેખાયો

વોન્ટેડ સટ્ટાકિંગ જીતુ થરાદ કેવી રીતે પહોંચ્યો રાજભવન અને રાજ્યપાલ સાથે ભોજન લીધું? તસ્વીર વાયરલ

Gandhinagar News : અમદાવાદના બહુચર્ચિત સટ્ટાકાંડનો આરોપી જીતુ થરાદ હાલ ફરાર છે અને પોલીસ પકડથી દૂર છે. પરંતુ તેની એક તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ તસવીરો છે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથેની. આ તસવીરોમાં સટ્ટા કિંગ જીતુ થરાદ રાજ્યપાલ સાથે ભોજન લઈ રહ્યો છે. બંને રાજભવનમાં એક જ ડાઈનિંગ પર બેસીને ભોજન લઈ રહ્યાં છે. 

fallbacks

આ તસવીરો ક્યાની છે તે માહિતી હજી મળી નથી, પરંતુ હાલ આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જીતુ થરાદ રાજ્યપાલની પાસેની ખુરશીમાં બેસેલો છે, અને બંને સાથે ભોજન લઈ રહ્યાં છે. ત્યારે આ તસવીરો અનેક સવાલો પેદા કરી રહી છે. કારણ કે, શું રાજભવનમાં કોઈને જીતુ થરાદના ગુનાહિત ઈતિહાસ વિશે નહિ ખબર હોય. 

કલોલમાં ખાનગી બસ બની યમદૂત : 4 મુસાફરોને તોતિંગ પૈડા નીચે કચડાઈને મર્યા

કલોલમાં ખાનગી બસ બની યમદૂત : 4 મુસાફરોને તોતિંગ પૈડા નીચે કચડાઈને મર્યા

રાજ્યપાલના અતિથિ તરીકે જતાં પહેલાં રાજભવનના અધિકારીઓએ આ સંબંધિત શું કોઈ પણ તપાસ કરી હતી કે નહિ. જિતુ થરાદની સાથે રાજભવનમાં આવેલા અન્ય કેટલાક લોકોનો ભૂતકાળ પણ સારો ન હતો. છતા કેવી રીતે તેને રાજ્યપાલ સાથે ભોજનની પરમિશન આપવામાં આવી. 

ખાસ વાત તો એ છે કે, એવુ પણ કહેવાય છે કે, જીતુ થરાદ અવારનવાર રાજભવન જતો હતો. તે અનેકવાર રાજભવનનો મહેમાન બની ચૂક્યો છે. આ ઉપરાંત જિતુ થરાદ સિવાય તેની સાથે તેના પારિવારિક સભ્યો અને અન્ય મિત્રો પણ તસવીરોમાં દેખાય છે.

ગાંધીનગરમાં મળેલી હથિયારો ભરેલી ગાડી પાટીદારની નીકળી, વીજાપુર સાથે છે નાતો

ગુજરાતની ધરતી ભઠ્ઠીની જેમ તપશે, આ દિવસોમાં કામ વગર બહાર નીકળ્યા તો પાપડની જેમ શેકાઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More