ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં આજે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર ચર્ચાઓનો દિવસ રહ્યો હતો. પરેશ ધાનાણી અને નીતિન પટેલ વચ્ચે ઉગ્ર ટપાટપી થઇ હતી. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સરકારની ભુલને આજે 5 કરોડ ગુજરાતીઓ ભોગવી રહ્યા છે. જે પ્રકારનાં તાયફાઓ સરકાર દ્વારા કરવામાં આવ્યા તેના કારણે હવે સામાન્ય પ્રજાને પુરાઇને રહેવાનો વારો આવ્યો છે. જો કે નાયબ મુખ્યમંત્રીએ આ વાતને પાયા વિહોણી ગણાવી હતી. જો કે આ મુદ્દે ભારે ગરમા ગરમી થઇ હતી.
“ગરીબોને ઘરના ઘરનું સપનું થયું સાકાર”, યોજાયો લક્કી ડ્રો
દરમિયાન જશુભાઇ પટેલનો મુદ્દો પણ ઉછળ્યો હતો. જશુભાઇ પટેલે વિધાનસભામાં જણાવ્યું કે, સરકાર તેમની સામે બોલનાર વ્યક્તિનું દમન કરી રહી છે. હું અહીં વિધાનસભામાં બેઠો છું અને મારી વિરુદ્ધ લૂંટ અને મારામારીની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. અત્યારે મને આ સમાચાર મળ્યાં. મારી વિરુદ્ધ અગાઉ પણ આવી અનેક ફરિયાદો દાખલ થઇ ચુકી છે. ધારાસભ્ય થઇને હું લૂંટ કરવા જાઉ ? ભાજપ દ્વારા કેવા પાયાવિહોણી ફરિયાદો કરવામાં આવી રહી છે. મારા વિસ્તારની અનેક સંસ્થાઓમાં હું સભ્ય છું. લોકોનો જેવો પ્રેમ મળી રહ્યો છે તે ભાજપથી સાંખી નથી શકાતું.
જામનગર મહાનગરપાલિકામાં રૂ.610.49 કરોડનું બજેટ કરાયું રજૂ
મારી સામે આવી ખોટી ફરિયાદ થઇ છે તેની સામે હાઇકોર્ટમાં જઇશ. બેંકની સભા હતી લોકો હાજર હતો તેમની સામે હું લૂંટ કરવા હું જઉ તે કેવી રીતે શક્ય બની શકે. મારી સામે થયેલી આ ખોટી ફરિયાદ વિરુદ્ધ હું હાઇકોર્ટમાં જઇશ. બેંકની સભા હતી લોકો હાજર હતા તેમની સામે હું લૂંટ કરવા જઉ એ શક્ય જ નથી. કોંગ્રેસનાં ધારાસભ્યો પણ દબાણ લાવવા તંત્ર કામ કરી રહ્યું છે. તેનું ઉદાહરણ છે. હાઇખોર્ટમાં જઇને હું ન્યાય માંગીશ. હવે મને સરકાર પર તો ભરોસો નથી રહ્યો પરંતુ હાઇકોર્ટ પર મને સંપુર્ણ વિશ્વાસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે