Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO: આ વખતે કોનો પતંગ કાપી રહ્યાં છે અમિત શાહ? 

દેશના ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ઉત્તરાયણનો પર્વ ઉજવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના આનંદનગર ખાતેના કનકકલા ફ્લેટ ખાતે ઉત્તરાયણનો પર્વ ઉજવ્યો. શાહે ભાજપના કાર્યકરો અને જનતા વચ્ચે પતંગ ચગાવ્યાં અને બોરનો સ્વાદ માણ્યો.

VIDEO: આ વખતે કોનો પતંગ કાપી રહ્યાં છે અમિત શાહ? 

અમદાવાદ: દેશના ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ઉત્તરાયણનો પર્વ ઉજવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના આનંદનગર ખાતેના કનકકલા ફ્લેટ ખાતે ઉત્તરાયણનો પર્વ ઉજવ્યો. શાહે ભાજપના કાર્યકરો અને જનતા વચ્ચે પતંગ ચગાવ્યાં અને બોરનો સ્વાદ માણ્યો. અમિત શાહની મુલાકાતને લઈને સ્થાનિકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમિત શાહ સાથે પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી અને યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ પણ હાજર રહ્યાં હતાં. અમિત શાહ પતંગની ભરપૂર મજા માણતા જોવા મળ્યાં. તેમની સાથે પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી પણ ફિરકી પકડીને ગુફ્તગુ કરતા જોવા મળ્યા હતાં. 

fallbacks

55 વર્ષના અમિત શાહ પતંગ ચગાવતી વખતે હાથેથી દોરી એવી રીતે ખેંચતા જોવા મળ્યાં જાણે એવું લાગતું હતું કે તેઓ કોઈની દોરી કાપવાની કોશિશ કરી રહ્યાં છે. રાજકારણમાં વિરોધીઓની દોરી કાપનારા અમિત શાહ આજે પતંગબાજી દરમિયાન વિરોધીઓની દોરી કાપતા જોવા મળ્યાં. 

વધુ વિગતો માટે જુઓ વીડિયો...

અત્રે જણાવવાનું કે ગુજરાતમાં પતંગનો તહેવાર ઉત્તરાયણ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ ફેસ્ટિવલ પણ ધામધૂમથી ઉજવાય છે. આ તહેવારને મનાવવાના સાંસ્કૃતિ પહેલુ ઉપરાંત એક મહત્વનો પહેલુ પણ છે જે છે રોજગારી ઉપલબ્ધ કરાવવાનો. દુનિયાભરમાં મશહૂર આ પતંગ મહોત્સવ લાખો લોકોની રોજીરોટીનું પણ સાધન છે. જેના કારણે ગુજરાત સરકારે આ પતંગ મહોત્સવ દ્વારા પતંગ ઉદ્યોગમાં સુધાર અને તેના ઉત્થાન માટે અનેક મહત્વના પગલાં લીધા છે. 

ગુજરાતમાં રહેતા કેટલાક પરિવાર એવા છે જે સંપૂર્ણ રીતે આ પતંગ વ્યવસાય પર આશ્રિત છે. પતંગ ઉત્સવ અને ઉત્તરાયણ અગાઉ જ અનેક મહિનાઓ પહેલા તેઓ પતંગ બનાવવાનું ચાલુ કરી દેતા હોય છે. વર્ષ 2012ના એક સર્વે મુજબ  પતંગ નિર્માણ ઉદ્યોગ 175 કરોડનો હતો. તેની સાથે જોડાયેલા 30,000 લોકોને રોજગારી મળી હતી. સમયાંતરે ધીરે ધીરે તેની સંખ્યા વધતી ગઈ. ફળ સ્વરૂપે વર્ષ 2017-18માં આ ઉદ્યોગ 625 કરોડનો થયો. એક અંદાજિત આંકડા મુજબ લગભગ 1,28,000 લોકો ગુજરાતમાં પતંગના ધંધા સાથે જોડાયેલા છે. આ આંકડાની દ્રષ્ટિએ ગુજરાતનો પતંગ ઉદ્યોગ, હિન્દુસ્તાનના કેટલાક મોટા ઘરેલુ ઉદ્યોગોમાં સામેલ થઈ રહ્યો છે. 

પતંગ ઉદ્યોગમાં સમગ્ર દેશમાં ગુજરાતની ભાગીદારી 40 ટકા છે. જેમાં લગભગ 1.28 લાખ લોકો કામ કરે છે. પતંગ મહોત્સવ અનેક સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓને આગળ વધવામાં મદદ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More