Home> Gujarat
Advertisement
Prev
Next

ચોકીદાર જ ચોર નીકળ્યો, 31,64,956 લાખ રૂપિયાની 1212 બોરીઓ મગફળી ચોરીનો ભેદ ઉકેલાયો

Rajkot Crime News : રાજકોટના જેતપુરમાં ચોરાયેલી લાખોની કિંમતની મગફળીનો ભેદ ઉકેલાયો છે. સિક્યોરિટી ગાર્ડે જ મગફળી ચોરી હતી 

ચોકીદાર જ ચોર નીકળ્યો, 31,64,956 લાખ રૂપિયાની 1212 બોરીઓ મગફળી ચોરીનો ભેદ ઉકેલાયો

Rajkot News નરેશ ભાલિયા/જેતપુર : રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગતવર્ષ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદેલી કરોડો રૂપિયાની મગફળી NAFED દ્વારા વેરહાઉસમાં (ગોડાઉનમાં) રાખવામાં આવી હતી. જેમાંથી 31,64,956 લાખ રૂપિયાની 1212 બોરીઓ મગફળી ચોરી થઈ જતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો અને NAFED ની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા હતા. સમગ્ર મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ હતી અને ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો જેમાં ચોકીદાર જ ચોર નીકળ્યો છે. પોલીસે સમગ્ર મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે સમગ્ર મામલામાં સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે હાલના યુગમાં લોકો નાનામાં નાની દુકાનમાં પણ સીસીટીવી રાખે છે, ત્યારે જ્યાં NAFED દ્વારા કરોડો રૂપિયાની મગફળી રાખવામાં આવી હતી ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લગાવવામાં આવ્યા, ચોરીનો મામલો સામે આવતા રાતોરાત સીસીટીવી લગાડવામાં આવ્યા. 

fallbacks

ગુજકોમાસોલ દ્વારા વર્ષ 2024ના ડિસેમ્બર મહિનામાં જેતપુરના મેવાસા સહકારી મંડળી હસ્તક ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી હતી. ખરીદી કરેલ મગફળી NAFED ને આપવામાં આવેલ અને તે મગફળીને જુદાજુદા ગોડાઉનમાં ભાડે રાખી તેમાં રાખવામાં આવી હતી. જેમાં જેતપુરમાં જૂનાગઢ રોડ પર જેતલસર ચોકડી પાસે આવેલ ગિરિરાજ વેરહાઉસમાં (ગોડાઉનમાં) 56,700 ગુણી રાખવામાં આવી હતી, જેની કિંમત કરોડો રૂપિયા થાય છે. તેમાં અમદાવાદની શ્રી રામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સિક્યોરિટીનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. તેમજ વેરહાઉસની દેખરેખ માટે NAFED દ્વારા અમિત ગીલ્લાની મેનેજર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. 

પરેશ ગોસ્વામીની ખુશ કરી દેતી આગાહી : અરબ સાગરમાં નવો કરંટ આવ્યો, પલટાઈ ગયું હવામાન

ઝડપાયેલા આરોપીઓના નામ
1. સહજ તારપરા - મુખ્ય આરોપી
2. જૈમીન ઉર્ફે બાઠીયો બારૈયા - પૂર્વ સિક્યુરિટી ગાર્ડ
3. મિહિર ઉર્ફે મિલો વેકરિયા - સિક્યોરિટી ગાર્ડ
4. બિપિન ઉર્ફે લાલો મકવાણા - સિક્યુરિટી ગાર્ડ

મેનેજરની બદલી થતા તેની જગ્યાએ સંદીપકુમાર કડવાસરાની નિમણુંક થતાં વેરહાઉસના નિયમ મુજબ મેનેજર તરીકેનો ચાર્જ લેતા પહેલા મગફળીની ગુણીઓનું ફિઝિકલ વેરીફીકેશન કરવાનું થતું હોવાથી આ બંને મેનેજર ફીઝીકલ વેરીફીકેશન માટે ગિરિરાજ વેરહાઉસ (ગોડાઉન) જઇ ત્યાં ગણતરી કરતા 57600 મગફળીની ગુણીમાંથી 1212 જેટલી ગુણીઓ ઓછી થતી હતી. જેથી મેનેજરે તાલુકા પોલીસ સ્ટેશને આવીને ડિસેમ્બર 2024 થી જૂન 2025 સુધી છ થી આઠ મહિના દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ 1212 ગુણી મગફળી કિંમત રૂપિયા 31,64,956ની ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી. 

મોપેડ ટોઈંગ થતા રડી પડી યુવતી, ટ્રાફિક કર્મીને આજીજી કરીને ક્રેઈન રોકાવી, Video Viral

જેતપુર તાલુકા પોલીસે મગફળી ચોરીની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી વેરહાઉસના સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મિહિર ઉર્ફે મિલો દુર્ગેશભાઈ વેકરીયાની પૂછપરછ કરતા મગફળી ચોરીનો પર્દાફાશ થયો હતો. જેમાં મિહિરે બાજુના ગોડાઉનના ચોકીદાર તરીકે કામ કરતા બિપિન ઉર્ફે લાલો ધીરુભાઈ મકવાણા અને આ જ વેરહાઉસના ભૂતપૂર્વ ચોકીદાર જૈમીન ઉર્ફે બાઠીયો ભરતભાઈ બારૈયા સાથે દેરડી ગામનો સહજ રામજીભાઈ તારપરા નામના શખ્સ દ્વારા જુદાજુદા સમયે ટ્રેકટર તેમજ અલગ અલગ વાહનોની મદદથી મગફળીની ચોરી કરી હતી. જેથી પોલીસે બિપિન, જૈમીન અને સહજની પણ ધરપકડ કરી હતી.

આરોપીઓ ગોડાઉનમાં જ NAFED ની મગફળીની બોરીઓની બદલી અન્ય બોરિંઓમાં મગફળી ભરી માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય જગ્યાએ વેચતા હતા. સાથે અલગ અલગ સમયે મગફળીની બોરીઓનું વેચાણ કરતા હતા. સાથે મગફળીની ચોરી કરનાર આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રકમ 15 લાખ 35 હજાર ટ્રેક્ટર મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

બીજીબાજુ પોલીસે વેરહાઉસ મેનેજર સાથે સ્થળ પર વિડીયોગ્રાફીથી પંચરોજકામ કરી ડોગ સ્કોડ મદદથી ચોરીની તપાસ હાથ ધરી હતી,અને બીજું સૌથી અગત્યની વાત કે વેરહાઉસમાં સીસીટીવી કેમેરા હોય તે જ નાફેડ ભાડે રાખે છે પરંતુ અહીં સીસીટીવી કેમેરા ન હતા જે અંગે મેનેજરને પૂછતાં તેઓએ સ્વીકાર્યું હતું કે નાફેડના નિયમોમાં ફરજીયાત સીસીટીવી કેમેરા રાખવાનું છે અને અહીં કેમેરા ન હતા તે બાબતે વેરહાઉસ માલિકને નોટીસ આપી હતી,

આરોપીઓ જલ્દી પૈસા કમાવવા માટે ચોરીના રવાડે ચડ્યા પરંતુ આરોપીઓને પૈસા તો ન મળ્યા પરંતુ જેલની હવા જરૂરથી મળી છે,

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More