Home> Gujarat
Advertisement
Prev
Next

નર્મદા ડેમની મહત્તમ સપાટીથી માત્ર 36 સે.મી બાકી, જળસપાટી 138 મીટરને પાર, 175 ગામમાં એલર્ટ

ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે નર્મદા ડેમ આજે તેની ઐતિહાસિક સપાટીને પાર કરે તેવી સ્થિતિ સર્જાઇ છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.32 મીટરે પહોંચી ગઇ છે

નર્મદા ડેમની મહત્તમ સપાટીથી માત્ર 36 સે.મી બાકી, જળસપાટી 138 મીટરને પાર, 175 ગામમાં એલર્ટ

જયેશ દોશી, નર્મદા: ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે નર્મદા ડેમ આજે તેની ઐતિહાસિક સપાટીને પાર કરે તેવી સ્થિતિ સર્જાઇ છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.32 મીટરે પહોંચી ગઇ છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઇને નર્મદા ડેમમાં હાલ 8 લાખ 11 હજરા ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. જ્યારે નર્મદા ડેમ તેની ભયજનક સપાટીને પાર કરી જતાં ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

fallbacks

આ પણ વાંચો:- ભાદરવી મેળાનો અંતિમ દિવસ, 18 લાખ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન

ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં સારો વરસાદ નોંધાયો છે. જ્યારે ખાસ કરીને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઇ રહી છે. જેને લઇને ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હાલ નર્મદાની ડેમની સપાટી 138.32 મીટર પહોંચી ગઇ છે. જો કે, ડેમની મહત્તમ સપાટીથી 36 સે.મી. બાકી છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઇને નર્મદા ડેમમાં હાલ 8 લાખ 11 હજરા ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે.

આ પણ વાંચો:- અમદાવાદ: સગીર યુવતી સાથે અડધી રાત્રે બળજબરી કરનાર બે ભાઇઓની ઘરપકડ

નર્મદા ડેમ તેની ભયજનક સપાટીને પાર કરી જતાં ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમના દરવાજા ખોલીને હાલ 8 લાખ 17 હજાર ક્યૂસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે કેવડિયા પાસે આવેલા ગોરા બ્રિઝને છેલ્લા ઘણા સમયથી રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે નર્મદા નદી કાંઠાની આસપાસ આવેલા 175 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે આ તમામ ગામોમાં tdo અને સરપંચો સ્ટેનડબાય કરાયા છે.

આ પણ વાંચો:- થરા-રાધનપુર હાઇવે પર પીધેલી હાલતમાં કાર ચાલકે 10ને અડફેટે લીધા, 2ના મોત

ઉલ્લેખનીય છે કે, ગત રાતે 9 કલાકે નર્મદાની સપાટી 30 ફુટ નોંધાઈ છે. જો કે, 24 કલાકમાં સપાટીમાં એક ફૂટનો ઘટાડો પણ થયો છે. છતાં નર્મદા નદી હજુ પણ ભયજનક સપાટીથી 6 ફુટ ઉપર વહી રહી છે.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More