Home> Gujarat
Advertisement
Prev
Next

જરા તો શરમ કરો મનપા! ટેક્સ ભરતા અમદાવાદીઓની આવી હાલાકી, વિકાસ નામે વરસાદી પાણી મળ્યું

Ahmedabad Heavy Rainfall : અમદાવાદના અનેક વિસ્તારમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ,,, ઓઢવ, નિકોલ, રામોલ અને કઠવાડામાં વરસ્યો 2 ઈંચ.. ભારે વરસાદના કારણે  અનેક વિસ્તારોમાં પાણી ભરાયા..

જરા તો શરમ કરો મનપા! ટેક્સ ભરતા અમદાવાદીઓની આવી હાલાકી, વિકાસ નામે વરસાદી પાણી મળ્યું

Ahmedabad Rain : મેગા સિટી અમદાવાદમાં પહેલા વરસાદમાં જ જે હાલત થઈ રહી છે, તે જોતા અહી ઓલિમ્પિક યોજાશે તે વિચારવું પણ દુષ્કર લાગે છે. બુધવારે મધરાતે મેગાસિટીમાં મેઘરાજાની તોફાની બેટિંગમાં જ અમદાવાદ ધોવાઈ ગયું છે. ભારે વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતા ટેક્સ ભરતા અમદાવાદીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 

fallbacks

અખબારનગર અંડરપાસ ફરી પાણીમાં ગરકાવ
અમદાવાદમાં રાતના એકથી ત્રણ દરમ્યાનના 2 કલાકમાં અતિ ભારે વરસાદ વરસ્યોહતો. માત્ર 2 કલાક દરમ્યાન વિવિધ વિસ્તારમાં અડધાથી લઇ 2 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. આટલા ઓછા વરસાદમાં પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાત કરીએ તો, પૂર્વના ઓઢવ, નિકોલ, ચકુડિયા મહાદેવ, રામોલ અને કઠવાડા સહિતના વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો. પશ્ચિમમાં ઉસ્માનપુરા, પાલડી, ચાંદખેડા, રાણીપ અને વાસણામાં પણ 1 થી 2 ઇંચ વરસાદ રહ્યો. દુધેશ્વર, દાણાપીઠ, બોડકદેવ, સરખેજ , વેજલપુર, જોધપુર, સેટેલાઈટ, ઘાટલોડિયા, સાયન્સ સીટી, નરોડા, મેમ્કો, કોતરપુર, મણિનગર, વટવા અને લાંભા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે મીઠાખળી, અખબારનગર અને મકરબા તરફનો અંડરપાસ બંધ કરાયો છે. 

ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદ મહાનગરપાલિકાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. મનપાના પ્રિમોન્સૂન દાવાઓ પોકળ નીકળી રહ્યા છે. અમદાવલાદમાં મનપાની ગટર ઉભરાતા ચારે તરફ દુર્ગંધયુક્ત પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે. 

ભારે વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતા પરેશાની
શહેરમાં રાત્રે પડેલા વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ અડધું અમદાવાદ પાણીમય બન્યું હોય તેવું લાગે છે. એસજી હાઇવે પર પાણી ભરાયા. પીકઅવરને કારણે લોકો ટ્રાફિકમાં ફસાયા છે. લોકોના વાહનો પાણીમાં ખોટવાયાના કિસ્સા બની રહ્યાં છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં ફસાયા છે. 

ફાયર વિભાગ દોડતું થયું 
વહેલી સવારથી ફાયર વિભાગને જુદા જુદા બચાવ કામગીરી માટે કોલ્સ મળી રહ્યાં છે. ગોમતીપુરમાં બાવાવળો ખચ્ચો પાસે ડેમોક્રેડિટ સ્કૂલ પાસે મકાન ધરાશાયી થયું. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. ગુલબાઈ ટેકરા પાસે કાર પર વૃક્ષ ધરાશાયી થયું. કાલુપુર ધના સુથારની પોળની અંદર સોનીની પોળમાં એક જૂનું બંધ મકાન ધરાશાયી થયું. જેમાં કોઈ જાનહાની નથી થઈ. પરંતું એસ્ટેટ વિભાગને જાણ કરવામાં આવી. બોપલ ગામથી પ્રભુ કૃપા સોસાયટી તરફ જતા ગરનાળામાં કાર ફસાવાનો બનાવ બન્યો છે. ગાડીમાં બે માણસો ફસાયા છે. જેમના રેસ્ક્યુની કામગીરી કરી બંનેને બહાર કાઢવામાં આવ્યા. 

મકરબા વિસ્તાર પાણીમાં ગરકાવ
ભારે વરસાદથી પાણી ભરાઈ જવાની સમસ્યા અમદાવાદમાં યથાવત છે. વેજલપુરના મકરબા વિસ્તારમાં પાણી ભરાયા છે. પોલીસ હેડક્વાર્ટર નજીક પાણી ભરાતા લોકો સવારથી અટવાયા છે. ગટરના પાણી ઉભરાતા રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યાં છે. સમગ્ર વિસ્તારમાં દુર્ગંધયુક્ત પાણી ફરી વળ્યા છે. 

સરખેજ-ગાંધીનગર હાઈવે પર ભરાયા પાણી 
એસજી હાઈવે પર પાણી ભરાતા વાહનોની લાંબી કતાર લાગી છે. ઘૂંટણસમા પાણીમાં વાહન ચાલકો ફસાયા છે. પાણી ઘૂસી જતા લોકોના વાહનો પણ ખોટવાયા છે. પીકઅવર સમયે ટ્રાફિકજામથી લોકો પરેશાન થઈ ગયા છે. લોકોને સમયસર ઓફિસ પહોંચવામાં પણ તકલીફ પડી રહી છે. 

ગાંધીનગર પણ બાકાત નથી
ગાંધીનગરમાં એક જ વરસાદે મહાનગરપાલિકાની મોન્સુન કામગીરીની પોલ ખોલી છે. શહેરના એન ડીઆરપી નજીક આવેલા ખ છ સર્કલ નજીક ડમ્પર ફસાયું. તો ગઈકાલે પડેલા વરસાદ માં સેક્ટર 27 પ્રાથમિક શાળાની બાજુમાં પસાર થતો રોડ ધોવાઈ ગયો છે. કોન્ટ્રાકટર દ્વારા આડેધડ ખોદકામ થયું હોવાથી ગઈ કાલે પડેલા વરસાદ માં આખી કાર ખાડા પડી છે. સમગ્ર ગાંધીનગર શહેરમાં વિકાસના નામે આડેધડ ખોદકામ કરી ખાડાનું સામ્રાજ્ય થઈ ગયું હોય એવુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More