Home> Gujarat
Advertisement
Prev
Next

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદીઓને મળી મોટી ગિફ્ટ

આજે પીએમ મોદી(Narendra Modi) નો જન્મદિવસ (Happy Birthday PM) છે, અને તેમણે ગુજરાતમાં નર્મદા નદી (Narmada Dam)ના વધામણા કરીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ત્યારે આ પ્રસંગે અમદાવાદીઓને મોટી ગિફ્ટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદ (Ahmedabad)ની સાબરમતી નદી (Sabarmati River)માં વોટર રાઈડ (Water Sports) શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના 69માં જન્મદિવસે (PM Modi Live) અમદાવાદના નાગરિકોને વોટર રાઈડ (water Rides) એક્ટિવિટીની ભેટ મળી છે.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદીઓને મળી મોટી ગિફ્ટ

મૌલિક ધામેચા/અમદાવાદ :આજે પીએમ મોદી(Narendra Modi) નો જન્મદિવસ (Happy Birthday PM) છે, અને તેમણે ગુજરાતમાં નર્મદા નદી (Narmada Dam)ના વધામણા કરીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ત્યારે આ પ્રસંગે અમદાવાદીઓને મોટી ગિફ્ટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદ (Ahmedabad)ની સાબરમતી નદી (Sabarmati River)માં વોટર રાઈડ (Water Sports) શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના 69માં જન્મદિવસે (PM Modi Live) અમદાવાદના નાગરિકોને વોટર રાઈડ (water Rides) એક્ટિવિટીની ભેટ મળી છે.  

fallbacks

પીએમ મોદી માતાના મળવા પહોંચ્યા, હિરાબાએ દીકરાને વ્હાલથી પૂરણપોળી-દાળ-શાક ખવડાવ્યા  

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાલી કરવામાં આવેલી સાબરમતી નદી સહિત શહેરના જળાશયો ચોમાસામાં ભારે વરસાદ બાદ પાણીથી છલોછલ છે. નર્મદા નદી પણ ૧૩૮ મીટરની સપાટીએ છે. જેના વધામણાં કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બન્યા છે. તો બીજી તરફ રાજ્યકક્ષાએ પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીના આદેશ અપાયા હતા. જે અંતર્ગત વિવિધ શહેરોમાં કાર્યક્રમો યોજાયા હતા. આ અંતર્ગત અમદાવાદમાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટ પર ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે સાબરમતી નદીમાં સ્કૂબા ડાઇવિંગ અને એરબોટ સાથે જેટસ્કીની રાઈડ શરૂ કરવામાં આવી હતી.

AMCના નર્મદે સર્વદે કાર્યક્રમમાં નર્મદા નીરના વધામણા કરાયા હતા. તો સાથે જ પ્લાસ્ટિકના ઉત્પાદન સામે લાલ આંખ કરનાર AMC શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના મિશનની શરૂઆત કરાઈ હતી. અમદાવાદમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને મિશન મિલિયન ટ્રી અંતર્ગત અટલઘાટ પાસે 70 જેટલા વૃક્ષો રોપવામાં આવશે. આ વેળાએ સ્કુબા ડાઈવિંગ, જેટ્સ કી, એરબોટ એક્ટિવિટી જાહેરજનતા માટે ખુલ્લી મૂકાઈ હતી.  

કેવડીયા : PM નર્મદા ડેમ નિહાળી રહ્યા હતા, ત્યારે બંદોબસ્તમાં હાજર PSIએ લમણે ગોળી મારી આત્મહત્યા કરી

બીજી તરફ, આ કાર્યક્રમમાં રિવરફ્રન્ટ ખાતે ફાયર રેસ્ક્યુ ટીમનું દિલધડક ઓપરેશન હાથ ધરાયું હતું. સેલ્ફી લેતા 4 યુવકો ડૂબતા રેસ્ક્યુની કામગીરીનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું. અત્યાધુનિક જેટ્સકી બોટ અને એરબોટ દ્વારા રેસ્ક્યુનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More