ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના હસ્તકના શેલા-સનાથલ-તેલાવ-મણિપુર- ગોધાવી વિસ્તારની ટી.પી. સ્કીમમાં રોડ-રસ્તાના ૧૦૦ કરોડનાં કામો, વોટર સપ્લાયના ૨૮૫ કરોડનાં કામો તથા ડ્રેનેજને લગતા ૨૪૦ કરોડનાં પ્રોજેક્ટની કામગીરી હાલમાં પ્રગતિમાં છે તથા ૧૮૦ કરોડના સ્ટ્રોમ વોટર નેટવર્ક (વરસાદી પાણી નિકાલ)નાં કામો આયોજન હેઠળ છે. જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો: 16 જિલ્લામાં મોટું એલર્ટ, ફૂંકાશે વાવાઝોડા જેવા પવન!
હાલમાં ચોમાસાની શરૂઆતમાં અમદાવાદમાં પડેલ 7થી 8 ઇંચ વરસાદમાં શેલા વિસ્તારમાં અમુક જગ્યાએ રોડ પર વરસાદી પાણી તથા ગટરના પાણી ભરાવા અંગેનો સમસ્યા સંદર્ભે ઓડા દ્વારા ટૂંકા ગાળાનું આયોજન કરી સદર સમસ્યાનું નિવારણ કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણી ભરાવાની સમસ્યા ઉદભવેલ છે, તે સ્થાનો પર ઔડા દ્વારા પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવી રહ્યા છે. જે ડ્રેનેજ મશીન હોલમાંથી પાણી ઉભરાવવાની સમસ્યા છે, તેવા મશીનહોલને ઊંચા લેવામાં આવ્યા છે, જેથી મહદ અંશે સમસ્યા નિવારી શકાય.
વરસેલા ભારે વરસાદ બાદ ગુજરાતમાં ક્યા કેવી છે સ્થિતિ? અનેક ધોધ ફરી જીવંત થયા
વિશેષમાં, ઔડા દ્વારા લાંબા ગાળાના આયોજન રૂપે સદર વિસ્તારોમાં રૂ.૨૩૫.૦૦ કરોડના ખર્ચે વિસ્તૃત ડ્રેનેજ નેટવર્ક, ડ્રેનેજ મેઇન લાઇન, સુવેઝ પંપિંગ સ્ટેશન તથા STPનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે થકી સદર વિસ્તારોની ડ્રેનેજ લગતી સમસ્યાઓનું સંપૂર્ણ નિવારણ કરવામાં આવશે.
રાહુલને ગુજરાતમાં રસ પડ્યો! ગુજરાત સરકારની આ દુ:ખતી નસ દબાવશે, જાણો શું છે પ્લાન?
શેલા વિસ્તારમાં કુલ-૩૫ જેટલી નાની મોટી સોસાયટી કે ટાઉનશીપ આવેલ છે. સદર વિસ્તારમાં ૧૦૦ યુનિટથી વધુ મકાનો ધરાવતી સોસાયટીને વપરાશ પરવાનગીના સમયે પ્રવર્તમાન GDCRના નિયમાનુસાર સુવેઝ ટ્રીટમેંટ પ્લાન્ટની સુવિધા સોસાયટી કક્ષાએ કરવાની થતી વ્યવસ્થાના આધારે વપરાશ પરવાનગી આપવામાં આવેલ છે. તેમ છતાં, ડેવલપર્સ કે સોસાયટી દ્વારા ઔડામાં આપવામાં આવેલ તેમની બાંહેધરીને પણ તેમના દ્વારા અનુસરવામાં આવેલ નથી તથા બિન-અધિકૃત રીતે ડ્રેનેજ જોડાણ કરેલ છે. હાલમાં ઔડા દ્વારા 28 જેટલી સોસાયટીઓને બિન-અધિકૃત ડ્રેનેજ જોડાણ દૂર કરવા અંગેની નોટિસ પણ પાઠવવામાં આવી છે.
સહકારી ક્ષેત્રમાં જેના પર રાદડિયાનો હાથ હતો એણે જ બાજી મારી, માર્કેટમાં મોટો ઉલટફેર
વધુમાં, ઔડા દ્વારા કાર્યરત વિસ્તૃત ડ્રેનેજ પ્રોજેક્ટ પૂર્ણ થયેથી આ વિસ્તારોને ડ્રેનેજ જોડાણ પ્રવર્તમાન નિયમોનુસાર આપવામાં આવશે તથા આગામી સમયમાં વરસાદી પાણીના નિકાલ અંગેની વ્યવસ્થા પણ આયોજન હેઠળ છે. હાલમાં રોડ રીપેરિંગ અંગેની કામગીરી ચાલુ છે. તેમજ ચોમાસાની ઋતુ પૂર્ણ થયેથી ડેમેજ થયેલ રોડ-રસ્તાનું રિસરફેસિંગની કામગીરી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે