Home> Gujarat
Advertisement
Prev
Next

પીએમ મોદીના ફેનનો ખુલાસો, 'અમે બંનેએ તમારા કારણે લગ્ન કર્યા છે મોદીજી'

પીએમ નરેન્દ્ર મોદીની છબી ફક્ત પ્રશાસક કે સફળ નેતા તરીકેની જ નથી પરંતુ તેઓ કરોડો યુવાઓના આઈકન પણ છે, આ યુવાઓ પછી ભલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે સામાન્ય નાગરિક, તેઓ વડાપ્રધાનને ખુબ પ્રેમ કરે છે.

પીએમ મોદીના ફેનનો ખુલાસો, 'અમે બંનેએ તમારા કારણે લગ્ન કર્યા છે મોદીજી'

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીની છબી ફક્ત પ્રશાસક કે સફળ નેતા તરીકેની જ નથી પરંતુ તેઓ કરોડો યુવાઓના આઈકન પણ છે, આ યુવાઓ પછી ભલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે સામાન્ય નાગરિક, તેઓ વડાપ્રધાનને ખુબ પ્રેમ કરે છે. પોતાને મોદી સમર્થક માનતા પણ ખચકાતા નથી. તેઓ મોદીને અત્યાર સુધીના દેશના સૌથી મજબુત વડાપ્રધાન માને છે. આ ઉપરાંત તેઓ પીએમ મોદીમાં પોતાના નાયક, મિત્ર, સલાહકાર તરીકેની છબી પણ શોધતા હોય ચે. પીએમ મોદીની આ વ્યાપક છબી અને આભામંડળના મોહપાશમાં બંધાયેલા એક ગુજરાતના યુગલે લગ્ન કર્યા અને સોશિયલ મીડિયા પર કાયદેસર જાહેરાત પણ કરી. ગુજરાતના જય દવે નામના આ યુવકે સોશિયલ સાઈટ પર લગ્ન બાદ પોસ્ટ કરી, કે અમે બંનેએ તમારા કારણે લગ્ન કર્યાં મોદીજી. પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરાયેલી પોસ્ટમાં જય દવેએ પીએમ મોદીને ટેગ પણ કર્યાં. 

fallbacks

જો કે ત્યારબાદ જ્યારે આ પોસ્ટ વાઈરલ થવા લાગી તો જયે તેને ડિલીટ પણ કરી નાખી. પરંતુ ફરીથી પોસ્ટ કરતા તેણે  લખ્યું કે પીએમ મોદીના પક્ષમાં પોતાની વાતો રાખવાના કારણે જ તે તેની પત્નીની નજીક આવી શક્યો. જય દવેએ પોતાના લગ્નની આખી કહાની ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરી છે. અમારી સહયોગી વેબસાઈટ ડીએનએના અહેવાલ મુજબ જય દવેએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે પ્રિય નરેન્દ્ર મોદીજી અમે બંનેએ તમારા કારણે લગ્ન કર્યા છે. મેં રાહુલ ગાંધીના ફેસબુક પેજ પર તમારા પક્ષમાં એક ટિપ્પણી કરી હતી. જેને અમારા જ સંસદીય વિસ્તારમાં રહેતી એક ખુબસુરત યુવતીએ લાઈક કરી. આ એક પોસ્ટ બાદ અમારા બંનેમાં વાતચીત  થવા લાગી. નીકટતા વધી તો અમે એકબીજાને મળ્યાં. મુલાકાત બાદ ખબર પડી કે અમારા વિચારો મળે છે. અમે તમારા સમર્થક છીએ. બંને દેશ માટે જીવવા માંગીએ છીએ. આ  સાથે અમે નિર્ણય લીધો કે અમે બંને એક સાથે મળીને કામ કરીશું. આ વિચાર બાદ બંનેએ લગ્ન કરી લીધા. 

જય દવેએ આ ટ્વિટર પોસ્ટ સાથે જૂની પોસ્ટ પણ શેર કરી. જે તેણે લગ્ન બાદ પહેલીવાર ટ્વિટ કરી હતી. આ પોસ્ટમાં જય દવે અને તેમની પત્ની બંનેએ #NaMo again ટીશર્ટ પહેરેલી છે. જય દવેની નવી પોસ્ટ ઉપર પણ ઢગલો કોમેન્ટ્સ આવી છે. તેણે પોતાની જૂની ટ્વિટ ડિલિટ કરવાનું કારણ પણ જણાવ્યું. જય દવેએ લખ્યું કે મેં ટ્રોલિંગ થવાના કારણે કે અન્ય કોઈ કારણથી નહીં પરંતુ ભૂલથી પોસ્ટ ડિલિટ કરી હતી. જ્યારે તથ્ય બિલકુલ સ્પષ્ટ છે. હું આલોચના કે ટ્રોલિંગથી ડરતો નથી. મારી જવાબદારી દેશ પ્રત્યે છે અને કોઈ પણ ટ્રોલથી એ ડગમગી શકે નહીં. જય હિંદ.

ડીએનએ વેબસાઈટના અહેવાલ મુજબ જય દવે એ પોતાની પ્રોફાઈલમાં પ્રોફેશનલ ટ્રાન્સલેટર, કન્ટેન્ટ ક્રિએટર, એક્ટર, ભક્ત અને Loving Indian લખ્યું છે. તેણે એક વેબસાઈટ સાથે વાતચીતમાં જણાવ્યું કે તેની પત્ની અલ્પિકા ફેશન ડિઝાઈનર છે. આ બંનેએ ગત વર્ષ 31 ડિસેમ્બરે લગ્ન કર્યા હતાં. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More