કૌશલ જોશી/ગીર સોમનાથ: અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયુ છે. છેલ્લા બે દિવસથી વેરાવળ ના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ત્યારે આ લો પ્રેશરની અસર વધતા 10 થી 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે તાકીદ કરવામાં આવી છે.
આગામી 48 કલાકમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર વધુ સક્રિય બની શકે છે જેને લઇ બંદર અને સમુદ્રકાંઠાના વિસ્તારોના લોકોને 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી સાવચેત કરાયા છે. સમુદ્રમાં રહેલી બોટોને નજીકના બંદરમાં આશરો લેવા જી.પી.એસ અને સેટલાઈટ મારફત જણાવવામાં આવ્યું છે.
તમારે ત્યાં ગણેશોત્સવનું આયોજન કરવાનો છો? તો આ ફરમાન ખાસ વાંચી લેજો
રાજ્યમાં આગામી 3 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 11 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, તો 12 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
AMCએ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓને આપી મહત્વની ભેટ
હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી પાંચ વરસાદી માહોલ યથાવત રહેશે. પરંતુ આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે 11 ઓગસ્ટે પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 12 ઓગસ્ટે બનસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે