Home> Gujarat
Advertisement
Prev
Next

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી

ગુજરાતમાં ચોમાસાની સીઝન જામી ગઈ છે. ઉત્તર ગુજરાતથી લઈને કચ્છ સુધી સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ દ્વારા રાજ્યના સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેઓના જણાવ્યા અનુસાર, આગામી 14 જુલાઈથી 22 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. તો સાથે જ આ વરસાદથી સાબરમતી અને નર્મદા નદીનું જળ સ્તર વધવાની આગાહી કરી છે. 

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી

ઝી મીડિયા/અમદાવાદ :ગુજરાતમાં ચોમાસાની સીઝન જામી ગઈ છે. ઉત્તર ગુજરાતથી લઈને કચ્છ સુધી સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ દ્વારા રાજ્યના સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેઓના જણાવ્યા અનુસાર, આગામી 14 જુલાઈથી 22 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. તો સાથે જ આ વરસાદથી સાબરમતી અને નર્મદા નદીનું જળ સ્તર વધવાની આગાહી કરી છે. 

fallbacks

સરકારી ભરતી આંદોલન અચાનક છોડનાર યુવરાજસિંહનો આરોપ, ઉત્તર ગુજરાતની લોબી રાજકારણ રમી રહી છે.... 

તેઓએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, આહવા અને વલસાડમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. વડોદરા, પંચમહાલના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. 25 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યના લગભગ તમામ ભાગોમાં 14 જુલાઈથી 22 જુલાઈ વચ્ચે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

તો બીજી તરફ, હવામાન ખાતાની આગાહી મુજબ, રાજ્યમાં ફરી વરસાદી માહોલ બનશે. રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. તો જાણી લો હવામાન ખાતા મુજબ, ચાર દિવસ ક્યાં ક્યાં વરસાદ રહેશે. 

  • 12 જુલાઈના અરવલ્લી, મહિસાગર,નવસારી, વલસાડ, દમણ,દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 
  • 13 જુલાઈના ખેડા, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.
  • 14 જુલાઇના રોજ આણંદ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 
  • 15 જુલાઈના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More