અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો શરૂ થઈ ગયો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. તો આગામી પાંચ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર થશે નહીં. રાજ્યમાં ઠંડી યથાવત રહેશે. હવામાન વિભાગે કહ્યું કે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતા ઊંચું તાપમાન નોંધાયું છે. તાપમાન વધુ હોવાને કારણે ડિસેમ્બરમાં એટલી ઠંડી પડી નથી.
હવામાન વિભાગની આગાહી
રાજ્યના હવામાન વિભાગે કહ્યું કે ડિસેમ્બર મહિનામાં તાપમાન વધુ રહેવાને કારણે ઠંડી ઓછી પડી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ અસર થઈ છે. પરંતુ હવે જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન સામાન્ય રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી. હવે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે.
શું કહે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ
બીજીતરફ હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલે હાડ થીજવતી ઠંડીની આગાહી કરી છે. તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતના જિલાઓમાં લધુત્તમ તાપમાન 13 ડિગ્રીથી નીચે જઈ શકે છે. એટલે કે જો લધુત્તમ તાપમાન નીચું જશે એટલે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાનો છે. આજે વહેલી સવારે પણ અમદાવાદમાં ધૂમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધૂમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં બેફામ બન્યો કાર ચાલક, ફૂટપાથ પર સૂતેલી 4 મહિનાની બાળકીને કચડી નાખતા થયું મોત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે