Home> Gujarat
Advertisement
Prev
Next

આજે ગુજરાતમાં ક્યાંય બહાર નીકળશો તો અચાનક વરસાદ પડી શકે છે, કમોસમી વરસાદની છે આગાહી

Weather Update Today : રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો...આગામી 2 દિવસ તાપમાન 41થી 42 ડિગ્રી રહેવાનું અનુમાન... સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે પવન સાથે ઝાપટાંની પણ
શક્યતા... 

આજે ગુજરાતમાં ક્યાંય બહાર નીકળશો તો અચાનક વરસાદ પડી શકે છે, કમોસમી વરસાદની છે આગાહી

અમદાવાદ. :હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદનું વાતાવરણ સર્જાયુ છે. કારણ કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જોકે, કમોસમી વરસાદ છતાં ગરમીમાંથી રાહત મળી નથી. ગરમીનો કહેર થયાવત છે.

fallbacks

ગઈકાલે ગઇકાલે અમરેલી અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. એટલુ જ નહિ, પાટણના ચાણસ્મામાં વાવાઝોડા જેવી અસર જોવા મળી હતી. માર્કેટયાર્ડમાં અનેક દુકાનોના પતરા અને શેડ ઉડ્યા હતા.

આ પણ વાંચો : ભારતી આશ્રમના ગુમ હરિહરાનંદ બાપુને શોધવા પોલીસે લોકોની મદદ માંગી, માહિતી આપનારને રિવોર્ડ અપાશે

ગરમી ઘટવાની કોઈ શક્યતા નથી
રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નથી. માર્ચ અને એપ્રિલ બાદ અને હવે મે મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આજે  અમદાવાદ માટે હવામાન વિભાગે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જો કે, ગુરૂવારથી ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત મળશે. ગુરુ, શુક્ર, શનિવારે અમદાવાદમાં તાપમાન 41થી 42 ડિગ્રીની અંદર રહેશે. અમદાવાદમાં  7 મી મેથી ફરી ઓરેન્જ અલર્ટ રહેશે.

કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. દૂષિત પાણીના કારણે રોગચાળો વધ્યો છે. એપ્રિલમાં કમળાના 125, ટાઈફોઈડના 152 કેસ, ઝાડાઉલ્ટીના 843 કેસ નોંધાયા છે. તો બહેરામપુરામાં કોલેરાનો એક કેસ નોધાયો છે. પીવાના પાણીની લાઈન સાથે ડ્રેનેજનું પાણી ભળી જવાના કારણથી આ કેસ વધી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More