Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતીઓમાં લગ્નને યાદગાર બનાવવાની હોડ લાગી, યુવક હેલિકોપ્ટરમાં જાન લાવ્યો, તો દીકરીને કન્યાદાનમાં અપાઈ સોલાર પેનલ

આજે દરેક વ્યક્તિ કંઈક અલગ કરીને પોતાના લગ્ન (wedding) ને યાદગાર કરવા માંગે છે. આ માટે તેઓ કંઈક અવનવુ કરતા હોય છે. હટકે લગ્ન કરવામાં સુરતીઓ અવ્વલ છે. અનોખી ભેટથી લઈને અનોખી રીતે જાન લાવવામાં સુરતીઓની સરખામણીએ કોઈ ન આવે. ત્યારે હાલ જ્યારે લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે સુરતના બે લગ્નના કિસ્સા સામે આવ્યા છે. જેમાં ખંજોગ ખાતે માલધારી સમાજના અગ્રણીનો પુત્ર હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચ્યો હતો. તો બીજી તરફ, એક કન્યાને તેના પરિવાર દ્વારા કન્યાદાનમાં સોલાર પેનલ (solar panel) ભેટ અપાઈ હતી. જેથી તેને સાસરે ક્યારેય લાઈટ બિલ ન આવે. 

સુરતીઓમાં લગ્નને યાદગાર બનાવવાની હોડ લાગી, યુવક હેલિકોપ્ટરમાં જાન લાવ્યો, તો દીકરીને કન્યાદાનમાં અપાઈ સોલાર પેનલ

ચેતન પટેલ/સુરત :આજે દરેક વ્યક્તિ કંઈક અલગ કરીને પોતાના લગ્ન (wedding) ને યાદગાર કરવા માંગે છે. આ માટે તેઓ કંઈક અવનવુ કરતા હોય છે. હટકે લગ્ન કરવામાં સુરતીઓ અવ્વલ છે. અનોખી ભેટથી લઈને અનોખી રીતે જાન લાવવામાં સુરતીઓની સરખામણીએ કોઈ ન આવે. ત્યારે હાલ જ્યારે લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે સુરતના બે લગ્નના કિસ્સા સામે આવ્યા છે. જેમાં ખંજોગ ખાતે માલધારી સમાજના અગ્રણીનો પુત્ર હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચ્યો હતો. તો બીજી તરફ, એક કન્યાને તેના પરિવાર દ્વારા કન્યાદાનમાં સોલાર પેનલ (solar panel) ભેટ અપાઈ હતી. જેથી તેને સાસરે ક્યારેય લાઈટ બિલ ન આવે. 

fallbacks

કન્યાને લગ્નપ્રસંગે કન્યાદાનમાં લક્ઝુરિયસ કારથી લઈને સોનાના દાગીના આપવામાં આવે છે. પરંતુ સુરતમાં રહેતા અને મૂળ અમરેલીના કનુભાઈ હિરાણીએ પોતાની દીકરી પ્રિયંકાને યાદગાર ભેટ આપી. મોબાઈલની દુકાન ધરાવતા કનુભાઈએ પોતાની દીકરીને ભેટમાં 3.5 કિલો વોટની સોલાર પેનલ આપી. કરિયાવરમાં આ ભેટ જોઈને સાસરીવાળા પણ ખુશ થઈ ગયા હતા. કારણ કે, આ સોલાર પેનલથી દીકરીના સાસરીવાળાઓને કાયમ લાઈટ બિલ ભરવામાંથી મુક્તિ મળશે. 

fallbacks

મિત્રોએ હેલિકોપ્ટર જાન ભેટમાં આપી 
ભટાર ખાતે રહેતા માલધારી સમાજનાં અગ્રણી વિભાભાઈ જોગરાણાનાં પુત્ર રાહુલ જોગરાણાના લગ્ન પ્રસંગે હેલિકોપ્ટર મારફતે વરરાજાની જાન સુરતનાં ખંજોદ મુકામે લઈ જવામાં આવી હતી. મિત્રો દ્વારા હેલિકોપ્ટરમાં જાન લઈ જવાનું સમગ્ર આયોજન કરી રાહુલને અદભુત ભેટ આપવામાં આવી હતી. જાનૈયાઓ પણ આ કાર્યક્રમ જોઈ ખૂબ જ ઉત્સાહિત થયા હતાં. ગ્રામજનો પણ વરરાજાની આ અદભૂત જાન જોવા એકઠા થયા હતા. આ સમગ્ર આયોજન માટે રાહુલે બધા જ મિત્રોનો આભાર માન્યો હતો અને ખૂબ જ રાજીનાં રેડ થયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More