ગુજરાત :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરના વાતાવરણમાં ગઈકાલથી પલટો નોંધાયો છે. ત્યારે આજે પણ આ સ્થિતિ યથાવત જેવી જ છે. એક તરફ, લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ વાતાવરણ મોટુ નુકશાન લઈને આવ્યું છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેતરનો પાક તથા કેરીઓને નુકશાન થવાની ભીતિ છે. તો હવામાનના પલટાને કારણે તાપમાનમાં સીધો જ 4 થી 6 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. જેને કારણે લોકો ઠંડક અનુભવી રહ્યાં છે.
મોરબી : દીકરી જન્મતા પિતાની ખુશીનો પાર ન રહ્યો, નોટોના ઢગલા પર સૂવડાવી
અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળ્યો છે. વહેલીસવારથી ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. સાથે જ ઠંડો પવન વહેતા તાપમાનમાં 4થી 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બીજા દિવસે પણ ગુજરાતમાં જોવા મળી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પણ વાતાવરણમાં પલટાની અસર થઈ રહી છે. આણંદમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો. આકાશમાં વાદળ સાથે જ ધુંધળુ વાતાવરણ રહ્યું. જ્યારે પવન સાથે ધુળની ડમરી પણ ઊડી હતી. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો.
રાજ્યમાં અનેક જગ્યાઓએ કમોસમી વરસાદ પડ્યો
અમદાવાદીઓને માત્ર કૂતરા જ નહિ, પણ ઊંટ-બકરી-ઘોડા-બિલાડી પણ કરડ્યા છે, આંકડો છે ચોંકાવનારો
અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદ
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી પડ્યો હતો. રાત્રિ દરમિયાન જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી પડ્યો હતો. એટલું જ નહિ, ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વાતાવરણના આ પલટાને કારણે ગરમીથી રાહત મળી, પણ અરવલ્લીના ખેડૂતો પરેશાન થયા હતા.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. આ વખતે 96 ટકા વરસાદ પડવાની સંભાવના છે. સમગ્ર દેશમાં જૂનથી ઓગસ્ટ વચ્ચે 96 ટકા વરસાદ પડશે. 96 ટકા વરસાદને લઇને ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે. આ વખતે અલનીનોની અસર નબળી પડવાની સંભાવના છે. હવામાન વિભાગ હવે મે મહિનાના અંતમાં નવી આગાહી કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે