Ahmedabad News : પશ્ચિમ રેલ્વે, અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવે મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર પુનઃવિકાસનું કામ ચાલી રહ્યું છે. તેની સાથેસાથે અમદાવાદ શહેરમાં હાલમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ટ્રાફિક જામ થવાની સંભાવના છે. આ સંજોગોમાં મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની નિર્ધારિત ટ્રેનના પ્રસ્થાન સમયના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચી જાય. જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.
અમદાવાદ કાલુપુર સ્ટેશન હાલ મુસાફરોથી ધમધમતુ ગુજરાતનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે. પરંતું હાલ સ્ટેશન પર વિવિધ પ્રકારની રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરીની પગલે કેટલાક ટ્રેનોના સમયમાં મોટા ફેરફાર કરાયા છે. તો આ સાથે જ રિનોવેશનની કામગીરીને પગલે મુસાફરો અટવાય નહિ, અથવા મુસાફરોની ટ્રેન છુટે નહિ તે માટે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને અપીલ કરાઈ છે.
પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું કે, રિનોવેશનની કામગીરીના કારણે હાલ ચારેબાજુ ટ્રાફિક જામ થઈ રહ્યો છે. આ સાથે જ હાલની સ્થિતિમાં શહેરમાં ચોમાસાની સિઝન હોવાથી વરસાદના કારણે પણ ઠેર ઠેર ટ્રાફિક જામના દથ્યો જોવા મળી રહ્યા છે. આ સ્થિતિમાં ટ્રેનના સમયને ધ્યાનમાં રાખીને મુસાફરોને અડધો કલાક વહેલા એટલે કે ટ્રેન ઉપડવાનો -સમય હોય તેના 30 મિનિટ પહેલાં સ્ટેશન પર પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.
ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે અતિભારે વરસાદ ત્રાટકશે, હવામાન વિભાગની મોટી ચેતવણી
રેલવેએ જણાવ્યું કે, મુસાફરો ટ્રેનના નિયત સમય કરતા અડધો કલાક પહેલા સ્ટેશન પર પહોંચી જાય, તેમજ રેલવે તંત્રને કોઈ પણ પ્રકારની અસુવિધા ઉભી ન થાય તે માટે આ પ્રકારની સુવિધા કરવામાં આવી છે.
હાલ કાલુપુર રેલવે સ્ટેશન પર રિનોવેશનની કામગીરીને પગલે કેટલીક ટ્રેન સાબરમતી, વટવા અને અસારવાથી દોડાવવામાં આવી રહી છે.
5 જુલાઈથી પ્લેટફોર્મ નં. 8-9 બંધ કરાયું
અમદાવાદ સ્ટેશનનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે અને તેને વિશ્વકક્ષાના સ્ટેશન રૂપે પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે. રિડેવલપમેન્ટ કામ હેઠળ અમદાવાદ સ્ટેશન પર RLDA દ્વારા પ્લેટફોર્મ નં. 8-9 પર રેલવે ઓવર બ્રિજ અને કોનકોર્સના બાંધકામના સંબંધમાં પાઈલિંગ કામ માટે 05 જુલાઈ થી 12 સપ્ટેમ્બર 2025 (70 દિવસ) સુધી બ્લોક લેવામાં આવશે. તે અનુસાર અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનારી/આવનારી કેટલીક ટ્રેનોના ટર્મિનલને અસારવા, મણીનગર અને વટવામાં હંગામી ધોરણે સ્થળાંતરિત (Shift) કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદથી અસારવા સ્થળાંતરિત કરવામાં આવેલી ટ્રેન
- ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસને 05 જુલાઈ, 2025 થી અમદાવાદથી અસારવા સ્થાળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન અસારવા સ્ટેશનથી 21.05 કલાકે ઉપડશે. આ રીતે, ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ અમદાવાદને બદલે અસારવા સ્ટેશન પર 18.20 કલાકે પહોંચશે.
ગુજરાતના પાટીદારો કંઈક મોટું કરવાના! મીટિંગમાં દિનેશ બાંભણિયાએ કર્યો ગર્ભિત ઈશારો
અમદાવાદથી મણીનગર/વટવા સ્થળાંતરિત કરવામાં આવેલી ટ્રેનો
- ટ્રેન નંબર 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસને 07 જુલાઈ, 2025 થી મણીનગર સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન મણીનગર સ્ટેશનથી સવારે 05.50 કલાકે ઉપડશે. આ જ રીતે, ટ્રેન નંબર 12931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી ડબલ ડેકર એક્સપ્રેસ 05 જુલાઈ, 2025 થી વટવા સ્ટેશન પર 21.20 કલાકે પહોંચશે તથા અમદાવાદ સ્ટેશન પર નહીં જાય.
- ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસનું ટર્મિનલ 05 જુલાઈ, 2025 થી મણીનગર સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન મણીનગર સ્ટેશનથી 18.20 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 05 જુલાઈ, 2025 થી વટવા સ્ટેશન પર 14.20 કલાકે પહોંચશે તથા અમદાવાદ સ્ટેશન પર નહીં જાય.
બદલાયેલા સમય સાથે સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ લેનારી ટ્રેનો
- ટ્રેન નંબર 20495 જોધપુર-હડપસર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 05.20 કલાકે આગમન થશે તથા 05.30 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 20496 હડપસર-જોધપુર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.20 કલાકે આગમન થશે તથા 07.30 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાન્દ્રા ટર્મિનલ અરાવલી એક્સપ્રેસનું 4 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 20.49 કલાકે આગમન થશે તથા 20.59 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 14702 બાન્દ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરાવલી એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 04.47 કલાકે આગમન થશે તથા 04.57 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 12479 જોધપુર-બાન્દ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 03.00 કલાકે આગમન થશે તથા 03.10 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 22452 ચંદીગઢ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 6 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 00.01 કલાકે આગમન થશે તથા 00.10 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસનું 6 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 22664 જોધપુર-ચેન્નાઈ એગ્મોર એક્સપ્રેસનું 8 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 22916 હિસાર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 8 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 12998 બાડમેર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 10 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 22724 શ્રી ગંગાનગર-હુજુર સાહેબ નાંદેડ એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 21.50 કલાકે આગમન થશે તથા 22.00 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 12966 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 11 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 12960 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 7 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 22966 ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 20824 અજમેર-પુરી એક્સપ્રેસનું 8 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 22992 ભગત કી કોઠી-વલસાડ એક્સપ્રેસનું 9 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 20943 બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી એક્સપ્રેસનું 10 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 05.25 કલાકે આગમન થશે તથા 05.35 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી (જેલ સાઈડ) સ્ટેશન પર 06.48 કલાકે આગમન થશે તથા 06.58 કલાકે પ્રસ્થાન કરશે.
યાત્રીઓને જણાવવામાં આવે છે કે, ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
ગાંધીનગરના કાવાદાવા : મુખ્યમંત્રીને પોતાની ચેમ્બરમાં જોઈ ગભરાયા IAS અધિકારી