Ambalal Patel Prediction: ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ ખેડૂતો પર આવી રહ્યું છે. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે મોટી મુશ્કેલી લઈને આવી શકે છે. અને ખાસ ઘઉં પકવતાં ખેડૂતોને વધારે નુકસાન થઈ શકે છે. આ આગાહી જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ કરી છે. ગુજરાતના ખેડૂતો માટે અંબાબાલે શું કરી આગાહી? શું સાચવવાની આપી સલાહ?
ગુજરાતના ખેડૂતો ફરી એકવાર માઠવાનો માર સહન કરવા માટે તૈયાર રહેજો. ફરી એકવાર પાકમાં નુકસાન જાય અને ખેડૂતોની સ્થિતિ વધારે વિકટ બને તો નવાઈ નહીં. કારણ કે હવામાનશાસ્ત્રી અંબાબાલ પટેલે ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે. આ કમોસમી વરસાદ ગુજરાતમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં પડી શકે છે અને પાંચ ફેબ્રુઆરી સુધી માવઠાનો માર રહી શકે છે.
ક્યારે આવી શકે છે માવઠું?
ગુજરાતમાં વરસાદ પહેલા જોરદાર ઠંડીનો પણ માહોલ રહી શકે છે. 27 જાન્યુઆરી સુધી ઠંડીનો ચમકારો રહી શકે છે. ત્યારબાદ ઠંડીનો પ્રમાણ ઘટશે અને ત્યારપછી વરસાદ આવશે. આ કમોસમી વરસાદ બાદ ઉનાળાની ધીમેધીમે શરૂઆત થઈ જશે. તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
શું કરી અંબાલાલે આગાહી?
તો વાતાવરણમાં આવનારા આ બદલાવથી સૌથી વધુ નુકસાન ઘઉં પકવતાં ખેડૂતોને થઈ શકે છે. હાલ બદલાયેલા વાતાવરણથી અચાનક ગરમી વધી રહી છે. તો અચાનક ઠંડી વધી જાય છે. જેના કારણે ઘઉં પર તેની સીધી અસર થાય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ આ વાતાવરણમાં કેવી દવાનો છંટકાવ કરવો અને શું ધ્યાન રાખવું તેની સલાહ આપી છે. કૃષિ વૈજ્ઞાનિકોની સાથે આગાહીકાર અંબાલાલ પટેલે પણ ઘઉં તથા જીરુ પકવતાં ખેડૂતોને પાંચ ફેબ્રુઆરી અને તેની આસપાસના દિવસો દરમિયાન શું ધ્યાનમાં લેવું તેની સલાહ આપી.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન અતિવૃષ્ટી જેવો માહોલ રહ્યો હતો. ખાસ સૌરાષ્ટ્રમાં તો ઠેર ઠેર પાણી ભરાઈ જતાં પાક નિષ્ફળ ગયો હતો. ત્યારપછી કમોસમી માવઠાનો પણ માર પડ્યો હતો. ત્યાં ફરી એકવાર માવઠું આવી રહ્યું છે ત્યારે આ વરસાદથી ઓછું નુકસાન થાય અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી ન જાય તે માટે ભગવાનને પ્રાર્થના.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે