Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા

બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓ પગેરુ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે આ ઘટનાથી નાનકડા ગામમાં ચકચાર મચી છે.

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા

અલ્કેશ રાવ/બનાસકાંઠા : જિલ્લાના શિહોરી ગામમાં આજે દિનદહાડે દાદી- પૌત્રની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. રહેણાંક મકાનમાં દાદી પૌત્રની નિર્મમ હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓ પગેરુ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે આ ઘટનાથી નાનકડા ગામમાં ચકચાર મચી છે.

fallbacks

GUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

કાંકરેજ તાલુકાના શિહોરી ગામમાં રામજી મંદિર પાસે એક રહેણાંક મકાનમાં દાદી પૌત્રની હત્યા થઈ હોવાની ઘટના બની છે. મુકેશભાઈ સાધુ તેમની પત્ની સાથે સુરત નોકરી કરે છે. તેમનો પુત્ર ધાર્મિક અને માતા સુશીલાબેન શિહોરી ખાતે રામજી મંદિર પાસે રહેતા હતા. તે દરમિયાન આજે મુકેશભાઈએ તેમની માતા અને પુત્રના ખબર અંતર પૂછવા માટે મોબાઈલ પર કોલ કર્યો હતો પરંતુ વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ જ પ્રત્યુતર ન મળતા મુકેશભાઈએ બાજુમાં રહેતા તેમના સંબંધીઓને ફોન કરી તેમની માતાને જાણ કરવા જણાવ્યું હતું. 

કમોસમી વરસાદ ખેડૂતો પર કાળ બની વરસશે? સરકારની આ અપીલ નહી માનો તો ખાવાના પણ સાંસા પડશે

જેથી બાજુમાં રહેતા તેમના સંબંઘી જાણ કરવા જતાં ઘરમાં જતા સુશીલાબેન અને તેમનો પૌત્ર ધાર્મિકની હત્યા કરાયેલી લાશ જોવા મળતા જ તેઓ ડઘાઈ ગયા હતા. તરત જ જાણ કરતા આજુબાજુના લોકો અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. શીહોરીમાં મંદિર પાસે જ ભરચક વિસ્તારમાં દિન-દહાડે દાદી અને પૌત્રની નિર્મમ હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે હત્યા કોણે કરી છે તે હજી ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ પોલીસે અત્યારે બંને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી હત્યારાઓને શોધવા કવાયત હાથ ધરી છે. તો બીજી બાજુ મૃતકના પરિવારના લોકોએ હત્યામાં શકમંદ તરીકે મુકેશભાઈ કાનજીભાઈ  રાવળનું નામ લખવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More