Home> Gujarat
Advertisement
Prev
Next

મિની લોકડાઉનમાં 29 શહેરોમાં શુ ચાલુ રહેશે અને શુ બંધ તેની આ રહી આખી વિગત

આજથી ગુજરાતના 29 શહેરોમાં દિવસે પણ કરફ્યૂ જેવી સ્થિતિ છે. કોરોનાને પગલે કથળતી સ્થિતિને જોતા ગુજરાત સરકાર દ્વારા આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે આજથી 8 દિવસ સુધી લાગુ કરાયા છે. આ અંતર્ગત ગુજરાતના 29 શહેરોમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયની તમામ બાબતો બંધ રહેશે. જોકે, આજે સવારથી જ અનેક શહેરોમાં વેપારીઓ અસમંજસમાં જોવા મળ્યા હતા. શું ખુલ્લુ રાખવું અને શુ નહિ તેની પ્રોપર ગાઈડલાઈન ન હોવાથી તેઓ અસમંજસમા હતા કે શુ ખુલ્લુ રાખવુ અને શુ નહિ, ત્યારે આજે તે માહિતી જાણી લો. 

મિની લોકડાઉનમાં 29 શહેરોમાં શુ ચાલુ રહેશે અને શુ બંધ તેની આ રહી આખી વિગત

ઝી મીડિયા/બ્યૂરો :આજથી ગુજરાતના 29 શહેરોમાં દિવસે પણ કરફ્યૂ જેવી સ્થિતિ છે. કોરોનાને પગલે કથળતી સ્થિતિને જોતા ગુજરાત સરકાર દ્વારા આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે આજથી 8 દિવસ સુધી લાગુ કરાયા છે. આ અંતર્ગત ગુજરાતના 29 શહેરોમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયની તમામ બાબતો બંધ રહેશે. જોકે, આજે સવારથી જ અનેક શહેરોમાં વેપારીઓ અસમંજસમાં જોવા મળ્યા હતા. શું ખુલ્લુ રાખવું અને શુ નહિ તેની પ્રોપર ગાઈડલાઈન ન હોવાથી તેઓ અસમંજસમા હતા કે શુ ખુલ્લુ રાખવુ અને શુ નહિ, ત્યારે આજે તે માહિતી જાણી લો. 

fallbacks

આ 29 શહેરોમાં બધુ બંધ 
ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી,  વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ

રાજકોટના વેપારીઓ પણ અસમંજસમાં
રાજકોટના વેપારીઓમાં આજે મિની લોકડાઉનની જાહેરાત વચ્ચે અસમંજસમાં જોવા મલ્યા હતા. આજે કઈ દુકાનો અને બજારો બંધ રાખવી કે નહિ તેને લઈને મૂંઝવણ જોવા મળી હતી. સરકારે આદેશ આપ્યા પણ તંત્રએ કોઈ જ માહિતી વેપારીઓ સુધી પહોંચાડી ન હતી. ધર્મેન્દ્ર રોડ, લખાજીરાજ રોડ બજાર, ગુંદાવાળી બજાર સહિતની બજારોમાં વેપારીઓ દુકાન ખોલવા પહોંચ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More