નવનીત દલવાડીભાવનગર: ભાવનગરના ઘોઘા ગામને દરિયાઈ સુરક્ષા પુરી પાડતી અને અંગ્રેજોના સમયમાં બનેલી સંરક્ષણ દીવાલ નામશેષ બની છે, ઘોઘાને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન વોલ કે જે ઘણા વર્ષોથી સાવ તૂટી જતા હાઈટાઇડના સમયે દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જાય છે, ત્યારે ગામને દરિયાઈ પાણીથી બચાવવા આ દીવાલને ફરી બનાવવામાં આવે તેવી ગામલોકોની માંગ છે, સરકારના ચાર વિભાગોમાં સંકલન અભાવે લોકો પર જોખમ તોળાઈ રહ્યું છે, જોકે આગામી સમયમાં હવે વહીવટીતંત્ર આ મામલે વિભાગો સાથે સંકલન સાધી દીવાલ બનાવવા કવાયત શરૂ કરી છે, અધિકારીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં અંદાજીત રૂ.૧૦ કરોડના ખર્ચેં આ પ્રોટેક્શન વોલના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે.
કડાકા ભડાકા અને કરા સાથે ગુજરાતમાં વરસાદ પડશે! સૌથી મોટો ખતરો, આ વિસ્તારોમા ત્રાટકશે
ભાવનગર જીલ્લાનું ઘોઘાગામ કે જે ઘોઘાબંદર તરીકે જાણીતું છે. આ ઘોઘાબંદર કે જે વિશ્વના 80 કરતા વધુ દેશો સાથે વ્યાપાર માર્ગે જોડાયેલું હતું. જ્યાં પહેલાના વહાણવટાના સમયમાં મોટી સંખ્યામાં વહાણોની આવક-જાવક રહેતી હતી અને ઘોઘા બંદર ધમધમતું હતું. સમય જતા ઘોઘાબંદરમાં વહાણની અવરજવર ઓછી થઇ અને આજે અહીં માત્ર અલંગ સાથે કામગીરી કરતી ટગબોટ ની આવન જાવન જોવા મળી રહી છે. આ ઘોઘાબંદરના દરિયા કાંઠે ઘોઘા ગામ વસેલું છે.
દીકરીની સગપણ નક્કી કરવા ગયા'ને! પિતાએ વેવાણ સાથે સેટિંગ પાડ્યું, આ રીતે આવ્યો...
ઘોઘાનો દરિયો કે જે ખંભાતનો અખાત પણ કહેવાય છે. ઘોઘાનો દરિયો એશિયાઈ દરિયામાં બીજા નંબરનો કરંટ ઘરાવતો દરિયો છે. જેના કારણે ઘણીવાર હાઈટાઇડ કે વાવાઝોડા દરમ્યાન દરિયાનું પાણી ગામમાં ઘુસી જતું હતું. ત્યારે અંગ્રેજોના સમયમાં આ દરિયાનું પાણી સુનામી કે હાઈટાઇડના કારણે ગામમાં ના ઘુસી જાય તે માટે દરિયાકાંઠે એક કિમી કરતા પણ વધુ લાંબી પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવી હતી. જે દીવાલ ઘોઘાના નીચાણવાળા વિસ્તારના દરિયા કાંઠે બનાવવામાં આવી હતી. પરંતુ કાળક્રમે આ દીવાલ દરિયાઈ મોજાની થપાટો ના મારથી તુટવા લાગી હતી.
રાજકોટમાં 'રાજા' બનશે અર્શદીપ? નિશાના પર છે મહારેકોર્ડ, આ બોલરને રેકોર્ડ ખતરામાં!
હાલ આ દીવાલનું અસ્તિત્વ નામશેષ થઈ ગયું છે. જેના કારણે હાઈટાઇડ કે વાવાઝોડાના સમયે દરિયાનું પાણી ગામમાં ઘુસી જતા વારંવાર આ ગામના લોકોને નુકશાની સહન કરવી પડે છે. આ દીવાલ ફરી બનાવી આપવા ગ્રામજનો દ્વારા તંત્રને વર્ષોથી રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી તેનું કોઈ નક્કર પરિણામ નથી આવ્યું, આ પ્રોટેક્શન દીવાલ ૧૧૨૧ મીટર લાંબી છે. આ દીવાલની જવાબદારી ગુજરાત મેરીટાઇમ, લાઈટ હાઉસ, પંચાયત માર્ગ અને મકાન વિભાગ તેમજ અલંગ મરીન બોર્ડ સહિત ચાર અલગ અલગ વિભાગો પાસે હોવાના કારણે તમામ વિભાગોની સહમતીના બનતા આજદિન સુધી આ દીવાલ અંગે કોઈ ચોક્કસ નિરાકરણ લાવી શકાયું નથી, પરંતુ હવે આ બાબતે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તમામ ચારેય સરકારી વિભાગોનું સંકલન કરી એક સમિતિ બનાવી તેમાં તમામ વિભાગોની ગ્રાન્ટને એક વિભાગને સોંપી તેના દ્વારા આ કામ કરવામાં આવે તે અંગેની તંત્ર તૈયારી હાથ ધરશે એવું કાર્યપાલક ઈજનેર એ જણાવ્યું હતું.
તાત્કાલિક લોન ભરી દો નહિ તો એકાઉન્ટ ફ્રોડ જાહેર કરાશે! આવો મેસેજ આવે તો ગભરાતા નહીં
આ અંગે કમિટીના સભ્ય અને જીલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરના જણાવ્યા અનુસાર આ સર્વેની કામગીરી હાલ શરુ છે. અને તેના પેપર વર્કની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી સમયમાં આ દીવાલ અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે અને અંદાજીત રૂ. ૧૦ કરોડના ખર્ચે આ પ્રોટેક્શન દીવાલ નવી બનાવવામાં આવશે. જોકે ત્રણ દાયકાથી અધ્ધરતાલ પડેલી દરિયાઈ સુરક્ષા દીવાલ આખરે ક્યારે બનશે એ જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે