Home> Gujarat
Advertisement
Prev
Next

જગતના તાત પર આવી તંત્ર સર્જિત આફત! રજિસ્ટ્રેશન કરાવ્યું પણ ટેકાના ભાવે ચણા ખરીદવા તંત્ર તૈયાર નહીં?

Rajkot News: જગતના તાતની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ત્યારે અતિવૃષ્ટીમાં મુશ્કેલી, અનાવૃષ્ટીમાં મુશ્કેલી, પાક પાકે પછી પણ મુશ્કેલી... હાલ રાજકોટ જિલ્લાના ખેડૂતો પરેશાન છે. ચણાનો સારો પાક થયો તો ખેડૂતો આનંદીત હતા. ખેડૂતોને આશા હતી કે, ચણાની ટેકાના ભાવે સરકાર સારા ભાવે ખરીદી કરી લેશે. પરંતુ ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું, પરંતુ અનેક ખેડૂતોના રજિસ્ટ્રેશન રિજેક્ટ થઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

જગતના તાત પર આવી તંત્ર સર્જિત આફત! રજિસ્ટ્રેશન કરાવ્યું પણ ટેકાના ભાવે ચણા ખરીદવા તંત્ર તૈયાર નહીં?

Rajkot News: અન્નદાતા અનેક મુશ્કેલીઓ વેઠીને દેશવાસીઓનું પેટ ભરે છે. અનેક પડકારોનો સામનો કરે છે. પછી તે અતિવૃષ્ટી હોય કે અનાવૃષ્ટી. આ બન્ને કુદરતી આફતોમાંથી જો હેમખેમ બહાર નીકળી જાય તો માનવસર્જિત આફત આવી જાય છે. કંઈક આવી જ આફતનો સામનો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે. 

fallbacks

માનવસર્જિત મુશ્કેલી
હાથમાં મોબાઈલ લઈને બેસેલા આ ખેડૂતો છે જેમના સપના મોટા હતા. સારી ઉપજથી તેઓ ખુશ હતા, પરંતુ આ ખુશી પર પાણી ફેરવવાનું કામ સરકારી તંત્રએ કર્યું છે. ટેકાના ભાવે ચણાની ખરીદી માટે આ તમામ ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર અનેક ખેડૂતોના રજિસ્ટ્રેશન રિજેક્ટ થઈ ગયા છે.

દુષ્કર્મ આચવાના કેસમાં સુરતના જૈન મુનિ શાંતિસાગર દોષિત, આવતીકાલે કોર્ટ સજા ફટકારશે

ખેડૂતોની ખુશી પર પાણી!
હજુ તો ટેકાના ભાવે ખરીદી શરૂ પણ નથી થઈ ત્યાં જ ખેડૂતો પર પહેલા જ આફત આવી ગઈ છે. જેના કારણે ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ છે. જસદણના વીરનગર, કમળાપુર, આટકોટ સહિત અનેક ગામના ખેડૂતોના નામ રદ થઈ ગયા છે. આ સમસ્યા પાછળ એવું કારણ આગળ ધરવામાં આવે છે કે, સેટેલાઈટ સર્વેના આધારે ખેડૂતના ખેતરમાં ચણા જોવા મળ્યા નહતા. તેના જ કારણે નામ રજિસ્ટ્રેશનમાંથી રદ કરી નાંખવામાં આવ્યા છે. આ પ્રકારનું કારણ આપતા મેસેજ અનેક ખેડૂતોના ફોનમાં આવ્યા છે.

શું અપાયું કારણ?
સેટેલાઈટ સર્વેના આધારે ખેતરમાં ચણા જોવા મળ્યા નહતા
નામ રજિસ્ટ્રેશનમાંથી રદ કરી નાંખવામાં આવ્યા
કારણ આપતા મેસેજ અનેક ખેડૂતોના ફોનમાં આવ્યા 

7 એપ્રિલથી થવા લાગશે 7 રાશિઓના બગડેલા કામ,આવકમાં થશે વધારો;માર્ગી બુધ બનાવશે માલમાલ!

ટેકાના ભાવે ખરીદી નહીં?
ટેક્નોલોજી જેટલી સારી તેટલી ખરાબ પણ છે. જે ખેડૂતોએ ચણાનું વાવેતર કર્યું તેનું નોંધણી ગામના તલાટીના પાણી પત્રકમાં છે, પરંતુ સેટેલાઈટ સર્વેમાં ચણાનું વાવેતર દેખાતું નથી. તો આ મામલે ખેડૂતોએ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનો પણ સંપર્ક કર્યો છે.

ભૂલ તંત્રની, સજા ખેડૂતોને?
તંત્રની નિષ્ફળતાના પાપે જગતનો તાત પરેશાન છે. અનેક સમસ્યાઓનો સામનો કરીને બહાર આવેલા ખેડૂતને છેલ્લે તંત્રએ હેરાન કર્યા તેમ કહીએ તો ખોટું નથી. ત્યારે જોવાનું રહ્યું કે આગળ શું નિવેડો આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More