Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મહાસંગ્રામ જામ્યો છે, ત્યારે ZEE મીડિયાએ ગુજરાતનો રાજકીય મંચ તૈયાર કર્યો છે. જ્યાં આજે ગુજરાતની રાજનીતિ પર સવાલ-જવાબ થઈ રહ્યા છે. ZEE મીડિયાના મંચ પર આજે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ હાજરી આપવાના છે. ત્યારે આજે જનતાના મુદ્દાની વાત થશે, હકની વાત થશે અને રાજકીય પક્ષો જનતા માટે શું કરવા માગે છે તેની વાત થવાની છે.
ZEE 24 કલાકના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સાથે વાત કરવામાં આવી હતી. અલ્પેશ કથીરિયાએ કાકા કુમાર કાનાણી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આડેહાથ લેતા કહ્યુ- પરિણામના દિવસ બાદ કાકા કાનાણીને હરદ્વારની તીર્થયાત્રા પર મોકલીશું. આ સિવાય ગુજરાતની રાજનીતિ પર તમામ મુદ્દે બન્ને નેતાઓએ વાત કરી હતી.
કેવી રીતે લાગે છે ગુજરાતમાં તમારી સરકાર બનશે?
જનતાએ આ વખતે નક્કી કર્યું છે કે નવા વિચારોને સ્થાન આપીશું, નવા લીડર્સને સ્થાન આપીશું. નવી પાર્ટીની સાથે આગળ વધીને ગુજરાતને એક નવા શિખર પર લઈ જઈશું. જમીન પર જનતાનો સાથ સહકાર દેખાઈ રહ્યો છે. બૂથ સ્તરે પણ જનતાનો સમર્થન મળી રહ્યું છે. સોશિયલ મીડિયાથી લઈને ગ્રાઉન્ડ લેવલે, તાલુકા-જિલ્લા લેવલે જનતાન ભરપૂર સહયોગ મળી રહ્યો છે. બીજેપીના નેતાઓના ચહેરા ઉપર પણ નવા વિચારોનો ડર દેખાઈ રહ્યો છે.
પાંચ વર્ષ પહેલા અલ્પેશ કથિરિયા અને ગોપાલ ઈટાલિયાની ભૂમિકા કેમ બદલાઈ?
સમાજને નથી છોડ્યો. સમયની સાથે અમે આગળ વધ્યા છીએ. અમે આ વખતે રાજનીતિના પ્લેટફોર્મ પર લડી રહ્યા છીએ. અમે બ્રાહ્મણ છીએ તો એક નાના મંચ પરથી એક મોટા મંચ પર પ્રયાણ કર્યું છે. કામ તો અમે એજ કરી રહ્યા છીએ પરંતુ આ વખતે દેશના શક્તિશાળી લોકો સામે બાથ ભીડી ચૂંટણી લડી રહ્યા છીએ.
અલ્પેશ કથિરીયા: કાકા-ભત્રીજાની લડાઈ ચૂંટણીમાં કેવી રહેશે?
અલ્પેશ કથિરીયાએ જણાવ્યું હતું કે, જનતાએ કાકાને 10 વર્ષ આપ્યા હતા. આરોગ્યમંત્રી પણ બનાવ્યા. પરંતુ જે રીતે કામ થવું જોઈતું હતું તે થયું નથી. જનતા એવા લોકોને ચૂંટે છે જે કામ કરે. તેઓ કહે છે અમે રેવડીઓ વહેંચીએ છીએ, પણ હવે તેઓ હોસ્પિટલ વહેંચી રહ્યા છે. કોરોનાના સમયમાં લોકોએ મદદ માટે ફોન કર્યા તો તેમણે કહ્યું એ તો હું પણ શોધું છું. આ દિવસો લોકો ક્યારેય નહીં ભૂલે. અને લોકો તેનો જવાબ મતથી આપશે. વરાછાની જનતાએ નક્કી કરી દીધું છે કે કાકાને અમે 9 તારીખે હરિદ્ધારની યાત્રાએ મોકલી દઈશું અને ભત્રીજાને જીતાડીશું.
અલ્પેશ કથિરીયા: રાજનીતિમાં તમારો ગુસ્સો વચ્ચે અડચણરૂપ બનશે?
સરકારના દમનથી અમારે જેલમાં જવું પડ્યું હતું. હું આ રાષ્ટ્રનો નાગરિક છું અને મા ભારતીનો પુત્ર છું. હું કોઈ પણ પક્ષમાં હોય પરંતું હું એવો તો નથીને કે હું રાષ્ટ્ર વિરોધી કામ કરી રહ્યો છું. તેમ છતાં મારા પર બે રાજદ્રોહના કેસ લાગ્યા છે. જેટલીવાર મને જેલમાં મોકલ્યો તેટલી વાર હું મજબૂત થઈને બહાર આવ્યો છું.
ગોપાલ ઈટાલિયા: વિવાદિત નિવેદનોના કારણે શું તમને પસ્તાવો છે? તમે પીએમ મોદીના માતા વિશે પણ નિવેદન આપી ચૂક્યા છો..
મને પસ્તાવો નથી. ચૂંટણી આવે છે ત્યારે ભાજપ જૂના નિવેદનોવાળી વીડિયો ક્લીપ લાવીને જનતામાં ફેલાવે છે. આજે મેં મારા વિચારોને યોગ્ય કરી લીધા છે અને વિચારીને જવાબ આપું છું. પરંતુ જેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સોનિયાજી વિશે નિવેદનબાજી કરી હતી તેમનું લોકોનું શું માનવું છે? મેં મારી નાસમજમાં કંઈ બોલ્યું હોય મેં મારા વિચારો સુધાર્યા છે અને હું આગળ વધી રહ્યો છું.
અલ્પેશ કથિરીયા: તમે પણ રાજનીતિમાં ન જવાનું વચન નિભાવ્યું નથી.
ગુજરાતમાં સવા કરોડની પાટીદાર સમાજની વસ્તી છે, એટલે હું માનું છું. દરેક લોકો એક પાર્ટી વિશે વિચારતા નથી. લોકો ભાજપ, કોંગ્રેસ અને આપ વિશે વિચારે છે. એટલે રાજનીતિમાં આવવું પડ્યું.
ગોપાલ ઈટાલિયા: હાર્દિક પટેલ, ગોપાઈ ઈટાલિયા અને અલ્પેશનો જન્મ આંદોલનથી થયો છે, શું તમે પાટીદાર સમાજ સાથે ગદ્દારી નથી કરી?
રાજનીતિમાં આવવાના બે પ્રકાર છે. જેમાં એક તમારી પાસે બે નંબરના પૈસા હોય અથવા તો તમે રાજનૈતિક પરિવારમાંથી આવતા હોય છે. અમે યુનિક લોકો છીએ અને સમાજના કારણે અમે તેમના દિલમાં સ્થાન બનાવીને એક રસ્તો બનાવીને આજે અમે પહોંચ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે