Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતને કોણ ડરાવી રહ્યું છે! હાઈકોર્ટ અને વડોદરામાં બીજીવાર મળી બોમ્બની ધમકી

Bomb Threat : ગુજરાત હાઇકોર્ટને બીજીવાર બોમ્બથી ઉડાવવાની ધમકી... બોમ્બ સ્કવોડ સહિતની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ, તો વડોદરામાં પણ સતત બીજા દિવસે ધમકીભર્યા મેલ મળ્યા 

ગુજરાતને કોણ ડરાવી રહ્યું છે! હાઈકોર્ટ અને વડોદરામાં બીજીવાર મળી બોમ્બની ધમકી

Gujarat Highcout Bomb Threat : ગુજરાતમાં સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે. ગુજરાત હાઇકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તો વડોદરામાં પણ સતતા બીજા દિવસે રિફાઈનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ત્યારે આ ધમકીઓથી તપાસ કામગીરી શરૂ થઈ ગઈ છે. 

fallbacks

9 જુને હાઈકોર્ટને મળી હતી ધમકી
તાજેતરમાં 9 જુનના રોજ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.  ઇમેઇલ કરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. હાઇકોર્ટના રજિસ્ટરના મેઇલ આઇડી પર મેઇલ આવ્યો હતો. બોમ્બની ધમકીના પગલે હાઇકોર્ટે સંકુલમાં રહેલ તમામ કોર્ટની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. ધમકીભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે હોસ્ટેલ કેમ્પસમાં ચેકિંગ શરૂ કર્યું હતું.  

ભાજપના ગઢમાં કેજરીવાલની કૂટનીતિ, સાઈડલાઈન થઈ રહેલી કોંગ્રેસ માટે આ છે ખતરાના સંકેત

વડોદરામાં સતત બીજા દિવસે ધમકી 
વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને મળ્યો ધમકી મેઈલ મળ્યો છે. અજાણ્યા ઈસમે ઇ મેઈલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ઈમેલની જાણ થતા જ સ્કૂલના બાળકોને તાત્કાલિક રજા આપવામાં આવી હતી. રિફાઇનરી સ્કૂલના પ્રિનિસપાલને ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બોમ્બ સ્ક્વોડ , ડોગ સ્ક્વોડની ટીમે શાળામાં પહોંચી સર્ચો ઓપરેશન હાથ ધર્યું હતું. ગત રોજ પણ સમા વિસ્તારમાં આવેલ નવરચના સ્કૂલને ધમકી મળી હતી. ગત રોજ સર્ચ બાદ પોલીસને કઈ પણ વાંધાજનક ન મળ્યું હતું. 

રાજકોટમાં પણ મળી ધમકી
રાજકોટમાં જામનગર રોડ પર આવેલા નવા કોર્ટ બિલ્ડીંગને પણ આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. SOG, બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમ તપાસ માટે પહોંચી છે. 

ગઈકાલે નવરચના સ્કૂલને મળી હતી ધમકી
ગતરોજ વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો મેસેજ મળ્યો હતો. સમા વિસ્તારમાં આવેલ નવરચના સ્કૂલને સતત બીજી વખત મેસેજ મળતાં દોડધામ મચી હતી. અજાણ્યા ઇસમે ઈ-મેઈલ પર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. બપોરે 2 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થશે તેવો ધમકીમાં ઉલ્લેખ કરાયો હતો. જોકે, આખું કેમ્પસ તપાસ કર્યું છે હાલ કઈ જ શંકાસ્પદ મળ્યું ન હતું.

કોંગ્રેસમાં વધુ એક વિકેટ પડી, આ પ્રવક્તાને કરાયા સસ્પેન્ડ, દિલ્હીથી સીધો આવ્યો ઓર્ડર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More