Gondal News : ગોંડલમાં આજે હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો. ગણેશ ગોંડલની પડકાર ઝીંલીને અલ્પેશ કથીરિયાએ ગોંડલ પહોંચ્યા હતા. બંનેના સમર્થકો આજે સામસામે આવી ગયા હતા. પરંતું આ વચ્ચે ગોંડલમાં એક એવી ઘટના બની જેણે સૌને ચોંકાવી દીધા.
ગોંડલમાં હિટ એન્ડ રન થતા રહી ગયું
રાજકોટનું ગોંડલ લોહિયાળ બનતું થોડા માટે અટક્યું હતું. અલ્પેશ કથીરિયાનો ગોંડલમાં જોરદાર વિરોધ કરાયો હતો. ગણેશના સમર્થકો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સમર્થકો વચ્ચેથી નીકળી ગઈ હતી. થોડા માટે હિટ એન્ડ રનની ઘટના બનતાં અટકી હતી. પરંતું કારની ટક્કરે દુર્ઘટના બની હોત તો શું થતું?
અલ્પેશ કથીરિયાએ ગોંડલને મિરઝાપુર કહ્યું
સૌરાષ્ટ્રના ગોંડલમાં આજે પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયોની આરપારની લડાઈ જામી છે. સાથે ગોંડલમાં અલ્પેશ કથીરિયા vs ગણેશ જાડેજા વચ્ચે માહોલ જામ્યો છે, ત્યારે અલ્પેશ કથીરિયાએ ગોંડલને મિરઝાપુર કહ્યું હતું. સાથે જ અલ્પેશ કથીરિયાએ જયરાજસિંહ જાડેજાના નિવાસ સ્થાન પાસેથી નીકળવાનું ટાળતા, ગણેશ ગોંડલે ટોણો માર્યો હતો,કે અલ્પેશ કથીરિયા મેદાન છોડી ને ભાગી ભાગ્યો છે.
ગુજરાત પોલીસની ભૂલ થઈ, બિહારીઓને બાંગ્લાદેશી સમજીને પકડ્યા, RJD ની નેતાએ કર્યો ખુલાસ
ગોંડલ છોડીને ભાગ્યા નથી - અલ્પેશ કથીરિયા
ત્યારે ગણેશ જાડેજા અને જયરાજસિંહે કરેલ નિવેદન મુદ્દે અલ્પેશ કથીરિયા પણ નિવેદન આપતા કહ્યું હતું કે, ગોંડલમાં કોઈ આવી ન શકે તેવી વાત હતી અમે આવીને બતાવ્યું. સાથે હજુ આવનાર દિવસોમાં ગોંડલ આવીશું, તેમજ ગણેશ ગોંડલને પણ જાટ પરિવારે કહ્યું હતું તો ફરીને બતાવે અમે કરીને બતાવ્યું. ગણેશ જાડેજાના ભયના લીધે જ ગોંડલમાં ડરનો માહોલ છે, જેથી ગાડીઓની તોડફોડ કરવી, કાફલો રોકવો, લોકોને રોકવા, એટલે ગોંડલ મિર્ઝાપુર સાબિત થઈ રહ્યું છે, અને અમે ગોંડલ છોડીને નથી ભાગ્યા, અમારે જ્યાં ફરવાનું હતું ત્યાં અમે ફર્યા છીએ. જયરાજસિંહના સર્ટીફિકેટની અમારે કોઈ જરૂર નથી. અમારે જાન જોડાવી, અણવર બનવું તે સમયે નક્કી કરીશું, સાથે જ જયરાજસિંહને ચૂંટણી લડવા માટે નીતિ નિયમોને આધીન ચૂંટણી લડી નથી શક્તા, અને કોને ચૂંટણી લડાવી તે નક્કી નથી કરી શકતા, અને અમારે ચૂંટણી કઈ રીતે લડવી અને વડીલોના આશીર્વાદ લઈને નક્કી કરીશું. સમગ્ર બાબલ બાબતે ભાજપ હાઇકમાન્ડ બધું જોયું છે, ગોંડલ કઈ રીતે મિર્ઝાપુર બન્યું.
આમ, ગોંડલમાં ગણેશ અને અલ્પેશ કથીરિયા વચ્ચે આરપારની લડાઈ થઈ છે. ગોંડલ પહોંચેલા કથીરિયાનો કાળા વાવટા અને સુત્રોચ્ચારથી વિરોધ કરાયો હતો. ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથીરિયાની ગાડીના કાંચ તોડ્યાનો આક્ષેપ કરાયો. અલ્પેશે ગોંડલ આવીને કહ્યું કે, ગોંડલ મિર્ઝાપુર છે તેવું સાબિત થયું. તો જયરાજસિંહે કહ્યું, ગોંડલની જનતાએ જોરદાર જવાબ આપ્યો છે.
જયરાજસિંહ જાડેજાનો કથીરિયાને પડકાર : ચૂંટણીમાં અણવર નહિ, વરરાજા બનીને લડવા આવજો
અલ્પેથ કથીરિયાએ રુટ બદલ્યો
તો બીજી તરફ, રાજકોટ-ગોંડલ વિવાદમાં અલ્પેશ કથિરીયાએ પીછે હઠ કરી હતી. તેઓ અગાઉ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરેથી નીકળવાના હતા. પરંતું અક્ષર મંદિરથી તેમોન રૂટ ડાયવર્ટ કર્યો હતો. તેઓએ જયરાજસિંહ જાડેજાના ઘર પાસેથી નીકળવાનું ટાળ્યું. મોટી સંખ્યામાં લોકોનો રોષ જોતા અલ્પેશ કથીરિયાએ ત્યાંથી નીકળવાનું ટાળ્યું હતું. ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરીયા હાય હાયના નારા લગાવ્યા હતા.
જે અહી રહેતા નથી તે વિરોધ કરવા આવી જાય છે - જયરાજસિંહ જાડેજા
જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. લોક રોષ જોઇને ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. ૫૦૦ કિલોમીટર દૂર રહિને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે. ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું ગોંડલની જનતાએ નામ આપ્યું છે. આ સાથે જ જયરાજસિંહ જાડેજાએ પડકાર ફેંક્યો કે, અણવર બનીને નહિ વરરાજા બનીને આવજો. આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટીંગ યાર્ડ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. જે લોકો અહીં રહેતા નથી તેઓ અહીં વિરોધ કરવા આવી જાય છે.
આ ગોંડલ નથી મિરઝાપુર છે! કથીરિયાએ રુટ બદલતા ગણેશ ગોંડલે કહ્યું, અલ્પેશ મેદાન છોડી ભા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે