Home> Gujarat
Advertisement
Prev
Next

અલગ ભીલીસ્તાનની માંગ કેમ? આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યા તેના અનેક કારણ

AAP Gujarat Demand For Bilistan : આમ આદમી પાર્ટીની ગુજરાત વિરોધી માનસિકતા ફરી સામે આવી... AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશ જાહેર કરવાની કરી માગ... આગામી દિવસમાં ભીલીસ્તાન માટે ચલાવશે મુહિમ... 

અલગ ભીલીસ્તાનની માંગ કેમ? આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યા તેના અનેક કારણ

AAP Gujarat : આમ આદમી પાર્ટીની ગુજરાત વિરોધી માનસિકતા સામે આવી છે. ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ નવો મુદ્દો ઉઠાવ્યો છે. તેઓએ ગુજરાત રાજ્યથી અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે. આદિવાસી વિસ્તારને અલગ ભીલ પ્રદેશ જાહેર કરવાની માંગ ચૈતર વસાવાએ કરી છે. તેઓએ કહ્યું કે, તેઓ આ અંગે ગુજરાત, રાજસ્થાનના આદિવાસી નેતા સાથે બેઠક કરશે. આદિવાસીઓની સંસ્કૃતિ પર અતિક્રમણ થઈ રહ્યું છે. આગામી દિવસમાં ભીલીસ્તાન માટે મુહિમ ચલાવીશું. ત્યારે અલગ ભિલીસ્તાનની માંગ કેમ તે ચૈતર વસાવા પાસેથી જાણીએ.

fallbacks

અલગ ભિલીસ્તાનની માંગ એક ઉપાય
આપના ધારાસભ્ય ચૈતર વસાવા કહે છે કે, ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટાના લાખો આદિવાસી-ભીલ પ્રજાતિ પેઢીઓથી શોષણ અને અન્યાયનો ભોગ બની રહી છે. આપણા પાડોશી રાજ્યોમાં પણ આદિવાસીઓ અને ભીલોને સન્માન અને હક અપાવવા માંગ કરવામાં આવશે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ અગ્રણીઓને સાથે રાખીને હું આ વિચાર વહેતો મૂકીશ.

દારૂ અહીં નહીં, બાજુમાં મળે છે.... ગુજ્જુ મકાન માલિકે આવુ બોર્ડ મારતા પોલીસ દોડતી થઈ

ચૈતર વસાવા ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આદિવાસી અને પછાત વિસ્તારના લડાયક અને બાહુબલી નેતા તરીકે ઉભરી આવ્યા છે. ભિલીસ્તાનની માંગ કરતા તેઓએ કહ્યું કે, હું ભીલ અને આદિવાસી વિસ્તારના અગ્રણીઓના સીધા સંપર્કમાં છું. ચાર-ચાર રાજ્યોના આદિવાસી નેતાઓ આ ઉદ્દેશ સાથે એકઠા થાય તેવુ હું ઈચ્છુ છું. 

ભિલીસ્તાનની માંગ કેમ
તેઓએ કહ્યું કે, આદિવાસીઓને થતા અન્યાય અને શોષણ સામે લડતા કોઈપણ નેતાઓને નક્સલવાદી ચિતરી દેવાય છે. તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવાના દાવપેચ રચાય છે. મને ડર છએ કે, ભાજપ સરકાર મારી સામે પણ આદિવાસીઓને ન્યાય માટે ઉશ્કેરીને નક્સલવાદ ઉભો કરવાના બેબુનિયાદ આરોપો ઉભા કરી મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસ કરશે. લાખો આદિવાસી ભીલોને થતા હળહલતા અન્યાય તેમની ભીષણ શોષણ અને માત્ર સત્તાના સ્વાર્થ માટે થતો તેમનો રાજકીય ઉપયોગ બંધ નહી થાય. 

પાંચ ચોપડી ભણેલા ગુજરાતી કવિની આગાહી સામે બાબા વેંગા અને નાસ્ત્રેદમસ પણ ફિક્કા

અમારો ક્યાંય વિકાસ નથી થયો
ચૈતર વસાવાએ કહ્યું કે, આ અમારો આજનો મુદ્દો નથી, આ માગ ચાર રાજ્યોમાંથી ઉઠી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓની આ માંગ છે. તમે ઈતિહાસ જોઈ લો. ગુજરાત બહારથી પણ આ માંગ ઉઠી છે. આ માંગ આમ આદમી પાર્ટીની નથી, પરંતુ સ્થાનિક લોકોની છે. કેવડિયામાં તપાસ કરો તો કેવડિયામાં કેટલાય નેતાઓએ જમીન પચાવી પાડી છે. અમારો ભીલપ્રદેશ હતો, તમે ઈતિહાસ જોઈ લો. 75 વર્ષના વિકાસની વાતો કરાય છે, પરંતુ અમારો ક્યાંય વિકાસ થતો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More