Kapil Dev and Sachin Tendulkar: ભારત માટે હજારો રન અને સદીની સદી ફટકારનાર મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની પાછળ દુનિયા પાગલ છે, પરંતુ 1983ના વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવ માસ્ટર બ્લાસ્ટરને બિલકુલ મહાન બેટ્સમેન માનતા નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન હોવા છતાં કપિલ દેવ સચિન તેંડુલકરને બિલકુલ મહાન બેટ્સમેન માનતા નહોતા, જેના માટે કપિલ દેવે પોતે એક ચોંકાવનારું કારણ આપ્યું હતું. કારણ જાણીને ભારતીય ફેન્સ ચોંકી જશે.
આવો હતો કપિલ દેવ અને સચિન તેંડુલકર વચ્ચે સંબંધ
તમને જણાવી દઈએ કે, કપિલ દેવ અને સચિન તેંડુલકર વચ્ચેના સંબંધો બહુ સારા રહ્યા નથી. વર્ષ 2000માં જ્યારે સચિન તેંડુલકર ભારતના કેપ્ટન હતા, ત્યારે કપિલ દેવ ટીમ ઈન્ડિયાના કોચ હતા. ત્યારબાદ સચિન તેંડુલકરનો કપિલ દેવ સાથે વિવાદ થયો. સચિન તેંડુલકરે પોતાના પુસ્તક 'પ્લેઇંગ ઇટ માય વે'માં કપિલ દેવ સાથેના સંબંધોમાં રહેલી કડવાશનો ઉલ્લેખ કર્યો હતો. સચિન તેંડુલકરે પોતાના પુસ્તકમાં કહ્યું હતું કે, 2000ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કપિલ દેવના વર્તનથી તે નિરાશ થયો હતો. સચિન તેંડુલકરે લખ્યું કે, કપિલ દેવે ક્યારેય ટીમના વ્યૂહાત્મક નિર્ણયોમાં પોતાને સામેલ કર્યો નહીં. કપિલ દેવનો વિચાર એવો હતો કે ટીમ કેપ્ટનને સોંપવી જોઈએ, જેની અસર સચિન તેંડુલકરની કેપ્ટનશીપ પર પડી.
11 સિક્સ, 7 ફોર અને સૌથી ફાસ્ટ સદી... 14 વર્ષના બેટ્સમેને જયપુરમાં મચાવી તબાહી
સચિનને મહાન માનતા નહોતા કપિલ દેવ
કપિલ દેવે 2020માં યુટ્યુબ પર 'ઇનસાઇડ આઉટ' શોમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ ડબલ્યુવી રમન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સચિન તેંડુલકરમાં બેવડી અને ત્રેવડી સદી ફટકારવાની ક્ષમતા નથી. કપિલ દેવે કહ્યું હતું કે, સચિન તેંડુલકરને સદીને 200 રન અને 300 રનમાં કેવી રીતે રૂપાંતરિત કરવી તે ખબર નહોતી. સચિન તેંડુલકર ચોક્કસપણે પ્રતિભાશાળી બેટ્સમેન હતો, પરંતુ તે ચોક્કસપણે નિર્દય બેટ્સમેન નહોતો. તમને જણાવી દઈએ કે, સચિન તેંડુલકરના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક પણ ત્રેવડી સદી નથી. સચિન તેંડુલકરનો ટેસ્ટમાં શ્રેષ્ઠ સ્કોર 248 રન છે. સચિને ટેસ્ટ ક્રિકેટમાં છ બેવડી સદી ફટકારી છે.
સૂર્ય-ચંદ્રનો દુર્ભલ વ્યતિપાત યોગ આ 5 રાશિઓ માટે મંગળકારી, નોકર-બિઝનેસમાં થશે ચારેતરફ પ્રગતિ!
સચિન પર ઉઠાવ્યા આ ગંભીર પ્રશ્નો
કપિલ દેવે કહ્યું હતું કે, સચિન તેંડુલકર જે પ્રકારનો બેટ્સમેન હતો તેને ધ્યાનમાં લેતા, તેણે પોતાની કારકિર્દીમાં ઓછામાં ઓછી 3 ત્રેવડી સદી ફટકારવી જોઈતી હતી અને આ સિવાય તેણે 10 બેવડી સદી ફટકારવી જોઈતી હતી, પરંતુ સચિન તેંડુલકર સદી ફટકાર્યા પછી સિંગલ રન લેવાનું શરૂ કરી દેતો હતો. જ્યારે સદી ફટકાર્યા પછી તેણે વધુ આક્રમક બેટિંગ કરવી જોઈતી હતી. તમને જણાવી દઈએ કે, સચિન તેંડુલકરને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે. સચિન તેંડુલકરે પોતાની કારકિર્દી દરમિયાન વનડેમાં 18,426 રન અને ટેસ્ટમાં 15921 રન બનાવ્યા છે. સચિન તેંડુલકરના નામે 100 આંતરરાષ્ટ્રીય સદી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે