Home> Gujarat
Advertisement
Prev
Next

એક રહસ્યને કારણે આજે પણ ચોટીલા ડુંગર પર રાતે કોઈ રોકાતું નથી, આખો પર્વત ખાલી કરવો પડે છે

Chotila Dungar : રાત પડતા જ દરેક વ્યક્તિ ચોટીલા ડુંગર પરથી નીચે ઉતરી જાય છે, પૂજારી પણ મંદિરમાં રોકાતા નથી... આ પાછળ એક માન્યતા છે

એક રહસ્યને કારણે આજે પણ ચોટીલા ડુંગર પર રાતે કોઈ રોકાતું નથી, આખો પર્વત ખાલી કરવો પડે છે

Chamunda Mata : ચોટીલે ડાકલા વાગ્યા... આ ગીત દરેક ગુજરાતીના મોઢે ચઢેલું છે. ચોટીલા ધામ એટલે મા ચામુંડાનું ધામ. ચોટીલામાં ડુંગર પરના એક હજાર પગથિયા ચડી માના દર્શન થાય છે. અહીંનુ ચામુંડા માતાજીનું મંદિર દેશવિદેશમાં ખ્યાતિ પામેલું છે. લોકો અહીં દૂરદૂરથી બાધા પૂરી કરવા આવે છે. ચોટીલા પર્વત પર બિરાજતાં મા ચામુંડા ચોસઠ જોગણીઓ અને 81 તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. દર વર્ષે ડુંગર પર બિરાજમાન માના દર્શન કરવા માટે લાખો ભાવિકો આવે છે. જેમાં નવરાત્રિ અને તેમાં પણ ખાસ કરીને આઠમના યજ્ઞના દર્શન કરવાની વર્ષો જૂની પરંપરા છે. પરંતુ ચોટીલા ડુંગરની એક માન્યતા ભાગ્યે જ ભક્તોને ખબર છે. એ કે, ચોટીલા ડુંગર પર સાંજની આરતી બાદ કેમ કોઇ રોકાતુ નથી?

fallbacks

આ માન્યતા એવી છે કે, ચોટીલા ડુંગર પર આખો દિવસ ભક્તોની હાજરી રહે છે. પરંતુ સાંજ પડતા જ પૂજારી સહિત બધાને ડુંગર પરથી નીચે ઉતરી જવુ પડે છે. અહી મંદિરના પૂજારી પણ રાતે ડુંગર પર રોકાતા નથી. કહેવાય છે કે, રાતે કોઈ મનુષ્ય ડુંગર પર રહી શક્તુ નથી. આ પાછળ એક માન્યતા જોડાયેલી છએ. એ કે, ચોટીલા ડુંગર પર કોઈ રાત્રિ રોકાણ કરી શકતું. આ અંગે વિવિધ માન્યતાઓ છે. એવું પણ કહેવાય છે કે ડુંગર પર રાત્રે સિંહ આવે છે પણ ચોટીલા ડુંગર ટ્રસ્ટના અમૃતગિરિ દોલતગિરિ ગોસાઇએ જણાવ્યું કે, ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય એટલા માટે રોકાણ શક્ય નથી. અને કોઇએ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રે રોકાતા નથી. કહેવાય છે કે, આજે પણ પણ કાલભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે. માતાજીની રક્ષા કરે છે.  

આ પણ વાંચો : 

રીબડાના મહિપતસિંહ જાડેજાનું નિધન, ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ

રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે. માત્ર નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત પાંચ વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે. મહત્વનું છે કે ચામુંડાની સિંહ પર સવારી છે. એક હાથમાં  ત્રિશૂલ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે. મા ચામુંડાનો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું મનાય છે.  

ચોટીલા ડુંગર ટ્રસ્ટના પૂજારી પણ કહે છે કે, ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય એટલા માટે રોકાણ શક્ય નથી. અને કોઇએ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રે રોકાતા નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં પહેલીવાર લોકો પાસેથી પર્યાવરણ યુઝર ચાર્જ વસૂલાશે, આ શહેરોને ચૂકવવો પડશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More