Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ : વિધવા મહિલાની આંખો ફોડીને ક્રૂરતા પુર્વક હત્યા, કારણ સાવ ક્ષુલ્ક

અમદાવાદ નજીક આવેલા કાસીન્દ્રા ગામના ખેતરમાંથી એક મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મહિલાની ક્રૂર રીતે હત્યા કરીને લાશને ગોદડામાં લપેટીને કુવામાં ફેંકી દેવામાં આવી હતી. હત્યારા દ્વારા પહેલા ઓરડીમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની લાશને ગોદડામાં લપેટીને કુવામાં ફેંકી દીધી હતી.

અમદાવાદ : વિધવા મહિલાની આંખો ફોડીને ક્રૂરતા પુર્વક હત્યા, કારણ સાવ ક્ષુલ્ક

અમદાવાદ : અમદાવાદ નજીક આવેલા કાસીન્દ્રા ગામના ખેતરમાંથી એક મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મહિલાની ક્રૂર રીતે હત્યા કરીને લાશને ગોદડામાં લપેટીને કુવામાં ફેંકી દેવામાં આવી હતી. હત્યારા દ્વારા પહેલા ઓરડીમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની લાશને ગોદડામાં લપેટીને કુવામાં ફેંકી દીધી હતી.

fallbacks

ગીરસોમનાથ: ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડ પર અંધાધૂંધ ફાયરિંગ, સર્જાયા ફિલ્મી દ્રશ્યો

મહિલાની હત્યા 3 લોકો દ્વારા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી પરેશ ચુનારા પર મૃતક શોભના બહેન દ્વારા ચોરીનો આરોપ મુકાયો હતો. જેથી પરેશે કીરણ તડવી અને રાજુ ઠાકોરને સાથે રાખીને મહિલાની હત્યા કરી હતી. જો કે હત્યા પણ એટલી ક્રુર રીતે કરી હતી કે મહિલાની આંખો ફોડી નાખી હતી. ઉપરાંત માથામાં પણ ગંભીર ઘા માર્યા હતા. જેથી મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યાર બાદ તેને ગોદડામાં લપેટીને બે ખેતર દુર આવેલા કુવામાં નાખી દીધી હતી. 

ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટની મંજૂરી આપવા મેડિકલ એસો. અને તબીબોની હાઈકોર્ટમાં અરજી

મહિલા પોતાનાં ખેતરમાં ઓરડી બાંધીને એકલી રહેતી હતી. તેના સંતાનો આંબલી ગામે અલગ રહેતા હતા. જો કે મહિલા 24 કલાક સુધી નહી દેખાતા આસપાસમાં ખેતર ધરાવતા લોકો દ્વારા તેમના સગાસંબંધીઓને જાણ કરવામાં આવી હતી. ઓરડી ખોલીને તપાસ કરતા ઓરડીમાંથી લોહીના ડાઘા મળી આવ્યા હતા. કુવા પર લટકેટા દુપટ્ટાના આધારે તપાસ કરતા કુવામાંથી મૃતદેહ પણ મળી આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More