Home> Gujarat
Advertisement
Prev
Next

પતિને ગર્લફ્રેન્ડ સાથે બંધ ફ્લેટમાં રંગરેલિયા ભારે પડ્યા! પત્ની પોલીસ લઈને પહોંચી

Relationship News : પરસ્ત્રી સાથે રહેતો પતિ રંગેહાથ ઝડપાયો, RTO ઈન્સપેક્ટર પતિ ફ્લેટમાં અન્ય સ્ત્રી સાથે હતો ત્યારે જ ફોરેસ્ટ અધિકારી પત્નીએ પોલીસ સાથે પહોંચી હોબાળો કર્યો
 

પતિને ગર્લફ્રેન્ડ સાથે બંધ ફ્લેટમાં રંગરેલિયા ભારે પડ્યા! પત્ની પોલીસ લઈને પહોંચી

Surat News : આજકાલ આડાસંબંધોનું પ્રમાણ વધી રહ્યું છે. પતિ પત્ની એકબીજા સાથે ચીટિંગ કરી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં ગજબનો પતિ પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે.  સુરતના RTO ઈન્સપેક્ટર પોતાની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો, ત્યારે જ પત્ની પોલીસની ફૌજ લઈને ત્યા પહોંચી હતી. અંતે શું થયું તે જોવા જેવું બની રહ્યું. 

fallbacks

બન્યું એમ હતું કે, સુરતના કેશવનગરમાં રહેતા RTOમાં ઈન્સપેક્ટરની પત્ની ફોરેસ્ટ વિભાગમાં અધિકારી છે. આ દંપતી ઘરકંકાસને કારણે અલગ અલગ રહેતું હતું. પરંતુ અચાનક RTOમાં ઈન્સપેક્ટરના ઘરે તેની પત્ની આવી ચઢી હતી. જ્યાં તેનો પતિ ફ્લેટમાં એક યુવતી સાથે હતો. પતિ પત્ની વચ્ચે મચેલા હોબાળાનો કિસ્સો હાલ સુરતમાં ટોકિંગ પોઈન્ટ બન્યો છે. કારણ કે, આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. 

પત્નીએ જણાવ્યું કે, તેને ચાર વર્ષના દીકરા સાથે ઘરમાંથી કાઢી મૂકવામાં હતી. એટલું જ નહિ તેને પતિ દ્વારા ટોર્ચર પણ કરવામાં આવી હતી. આ બાદ પત્નીએ કંટાળીને અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતું બાદમાં સમાધાન કરી લેવાયું હતું અને પતિ પત્ની સાથે રહેવા ગયા હતા. પરંતું બાદમાં બંને વચ્ચે ફરીથી ડખા થતા બંને અલગ અલગ રહેતા હતા. 

આ બાદ પતિ તેને વારંવાર ધમકી પણ આપતો હતો. આ બાદ પત્નએ પતિના કેશવનગર વાળા ફ્લેટમાંથી પત્ની તેની પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપી લીધી હતી. પત્નીએ 100 નંબર પર ફોન કરીને પીસીઆર વાન બોલાવી હતી. તો મહિલાની ફરિયાદના આધારે ઉમરા પેલીસ પહોંચી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More