પ્રશાંત ઢીવરે, સુરતઃ સુરત શહેના પાંડેસરા અપેક્ષા નગરમાં પતિએ ફોન પર વાત કરવા બાબતે ઠપકો આપતા પત્નીએ જીવ ટૂંકાવી લીધું છે. પાંડેસરા 20 વર્ષીય પરણીતા એ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પત્ની સતત પ્રેમી સાથે ફોન પર વ્યસ્ત રહેતા પતિએ ઠપકો આપ્યો હતો. જો તો આજ રીતના ફોન પર પ્રેમી સાથે વાત કરતી રહેશે તો હું તારા માતા-પિતાને કહી દઈશ કહી પતિએ ઠપકો આપ્યો હતો. પતિ નોકરીએ ચાલ્યો જતા પત્નીએ એકલતાનો લાભ લઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
સુરત શહેરના પાંડેસરા અપેક્ષા નગરમાં રહેતા શિવારામ પ્રધાન મૂડ ઓડિશાના વતની છે. લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. શિવારામ પ્રધાનના લીપ્સારાણી નામની યુવતી સાથે દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન પત્ની લીપ્સારાણી સતત ફોનમાં વ્યસ્ત રહેતી હતી. પતિએ અનેક વખત તેને ફોન પર વાત ન કરવા બાબતે સમજ પણ આપી હતી. પરંતુ તેમ છતાં પત્ની લીપ્સારાણી ફોનમાં તેના પ્રેમી સાથે વાત કરતી રહેતી હતી.
ગતરોજ પત્ની પ્રેમી જોડે ફોન પર વાત કરી રહી હતી દરમિયાન પતિ શિવારામ પ્રધાને ફોન પર વાત ન કરવા ઠપકો આપ્યો હતો. એટલું જ નહીં પતિએ જણાવ્યું હતું કે જો તું આવી જ રીતના તારા પ્રેમી જોડે ફોન પર વાત કરતી રહેશે તો હું તારા માતા-પિતાને બોલાવીને આખી વાત કહી દઈશ.આ વાત કરીને પતિ નોકરીએ જતો રહ્યો હતો.ત્યારબાદ પત્નીએ પતિને ફોન કરીને જણાવ્યું હતું કે તમે ઘરે આવી જાઓ. પરંતુ પતિએ જણાવ્યું હતું કે હું કામ પર આવી ગયો છું સાંજે આવીશ ત્યારે આપણે વાત કરીએ. અને તારા ઘરવાળાને બોલાવીને પણ શાંતિથી બેસીને આપણે વાત કરી લઈશું. ત્યારબાદ ફોન કટ કરી કરી ફોન મૂકીને કામમાં લાગી ગયો હતો. લુમ્સ કારખાનામાં અવાજ આવતો હોવાથી પત્નીનો ફરી ફોન આવતા તે સમજી શક્યા ન હતા. નોકરીથી છૂટ્યા બાદ પતિ ઘરે ગયો ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. ત્યારે પતિએ ઘરની બારી ખોલીને જોતા પત્ની લીપ્સારાણી ગળે ફાસો ખાધેલી હાલતમાં દેખાઈ આવી હતી. ઘટનાને લઈને તાત્કાલિક પતિએ પાંડેસરા પોલીસને જાણ કરી હતી.પોલીસે પરણીતાના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Richest Person in Ahmedabad: અમદાવાદના ટોપ-10 ધનિકો, જાણો કેટલી છે સંપત્તિ
ત્યારે મહત્વની વાત એ છે કે પત્ની અન્ય યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી.સતત તેની સાથે ફોનમાં વ્યસ્થ રહતી હતી. પત્ની અને કોઈ વખત પત્નીને સમજ પણ આપી હતી. તેમ છતાં પ્રેમી જોડે જ ફોનમાં વ્યસ્ત રહેતા પતિએ ઠપકો ઠપકો આપ્યો હતો. પત્નીને લાગી જતા તેને ઘરમાં જ ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો છે.પત્ની લીપ્સારાણી પ્રધાન ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં મગ્ન થઈ ગયો છે.
Disclaimer: જીવન અણમોલ છે. તેનું સંપૂર્ણ રીતે સન્માન કરો. દરેક ક્ષણનો આનંદ લો. કોઈ વાતથી પરેશાન હોવ તો જીવનથી હાર માનવાની જરૂર નથી. જીવનમાં સારો-ખરાબ સમય આવતો રહે છે. પરંતુ જ્યારે હતાશા, નિરાશા કે ડિપ્રેશનનો અનુભવ થાય તો સરકાર દ્વારા ઉપલબ્ધ હેલ્પલાઇન નંબર 9152987821 પર સંપર્ક કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે