Home> Gujarat
Advertisement
Prev
Next

પત્નીએ પ્રેમી સાથે મળીને દારૂ પીધેલા પતિની માસ્ટર પ્લાનિંગ બનાવી કરી હત્યા

શહેરના ખોડીયાર નગર પાસે કારમાંથી ટ્રાન્સપોર્ટરની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી ગણતરીના દિવસોમાં જ હત્યારાઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ખોડીયાર નગર પાસે બે દિવસ પહેલા કારમાંથી ટ્રાન્સપોર્ટર દાલચંદ ઉર્ફે રમેશ ખટીકની લાશ મળી આવી હતી. મૃતક દાલચંદના સાળાએ બનેવીની પૈસા મામલે હત્યા થઇ હોવાનો આક્ષેપ કરતાપોલીસે મૃતકનું પોસ્ટ મોર્ટમ કર્યું હતું.

પત્નીએ પ્રેમી સાથે મળીને દારૂ પીધેલા પતિની માસ્ટર પ્લાનિંગ બનાવી કરી હત્યા

તૃષાર પટેલ/વડોદરા: શહેરના ખોડીયાર નગર પાસે કારમાંથી ટ્રાન્સપોર્ટરની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી ગણતરીના દિવસોમાં જ હત્યારાઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ખોડીયાર નગર પાસે બે દિવસ પહેલા કારમાંથી ટ્રાન્સપોર્ટર દાલચંદ ઉર્ફે રમેશ ખટીકની લાશ મળી આવી હતી. મૃતક દાલચંદના સાળાએ બનેવીની પૈસા મામલે હત્યા થઇ હોવાનો આક્ષેપ કરતાપોલીસે મૃતકનું પોસ્ટ મોર્ટમ કર્યું હતું.

fallbacks

જેમાં દાલચંદને ગળે ટુપો આપીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જે રીપોર્ટને ધ્યાનમાં લઇ પોલીસે હત્યારાઓનું પગેરું મેળવવાનું શરુ કર્યું હતું. પોલીસને તપાસમાં જાણવા મળ્યુ કે, મૃતકની પત્ની જશોદા અને મૃતકના દૂરના ભત્રીજા પ્રેમચંદ ખટીક સાથે પ્રેમ સંબંધ હતા. મૃતક અગાઉ કેરોસીન અને દારૂનો ધંધો કરતો હતો. ત્યારે ભત્રીજા અને મૃતકની પત્ની જશોદા વચ્ચે પ્રેમસબંધ બંધાયા હતા. જેની જાણ દાલચંદ ખટીકને થઇ ગઈ હતી. દાલચંદની પત્ની જશોદા થોડા દિવસો પહેલા લગ્ન પ્રસંગે રાજસ્થાન ગઈ હતી. જ્યાં તેના પ્રેમી પ્રેમચંદને જાણ કરી હતી કે, બંનેના સંબંધની પતિને જાણ થઇ જતા તે ધમકાવે છે.

અમદાવાદ: અંગત અદાવતમાં અપહરણ બાદ હત્યા કરનારા 4 શખ્સોની અટકાયત

દારૂ પીધા બાદ નશામાં મારઝૂડ કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે. અને તે સમયે જ બંનેએ મળીને દાલચંદનું કાસળ કાઢી નાખાવનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ જશોદા 13 તારીખે રાજસ્થાનથી ઘરે પરત આવી હતી. તારીખ 14ના રોજ પતિ દાલચંદે દારૂનો ચિક્કાર નશો કરી ઘરે આવ્યો હોય પત્ની જશોદાએ પ્રેમી પ્રેમચંદને ફોન કરી ઘરે બોલાવ્યો હતો. જેને લઈને પ્રેમચંદ રાજસ્થાનથી રાત્રીના સાડા ત્રણ વાગ્યે રમેશને ઘરે પહોચી ગયો હતો.

અમદાવાદ: IANT ઈન્સ્ટીટ્યુટના માર્કેટિંગ મેનેજરની બ્લેકમેલિંગ કેસમાં ધરપકડ

પત્ની જશોદા અને પ્રેમચંદે કપડા સુકવવાની દોરી વડે નશામાં જ દાલચંદને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ કાકી ભત્રીજાએ લાશને કારમાં મૂકીને ખોડીયાર નગર પાસે અવાવરું સ્થળે છોડી રવાના થઇ ગયા હતા. મૃતક દાલચંદને સંતાનમાં બે પુત્રીઓ છે. જેની ઉંમર તેર અને ચૌદવર્ષની છે. આ બનાવમાં પિતાની હત્યા અને માતાની ધરપકડ થતા બંને પુત્રીઓના માથેથી માતાપિતાનો સહારો છીનવાઈ જવા પામ્યો છે.

સુરત: પ્રદુષણની માત્રા ઘટાડવા મનપા 10 લાખ છોડવા આપશે, એપમાં મળશે ડિટેઇલ

મૃતક દાલચંદ અગાઉ કેરોસીન અને કેટલીક વાર રાજસ્થાનથી દારૂ લાવી વેચતો હતો. આ ઉપરાંત તે કેફી દ્રવ્યનું સેવન પણ કરતો હતો. પોતાની પત્નીના પ્રેમસંબંધની જાણ થતા નશામાં આવીને વારંવાર પત્ની સાથે મારઝૂડ કરી મારી નાખાવની ધમકી આપતો હતો જેને કારણે પત્નીએ તેની હત્યા કરી હોવાની કેફિયત જણાવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More