Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતની જાનુએ પતિને સોનાનું દિલ આપી દીધું, એનિવર્સરી ગિફ્ટ જોઈને પતિનું દિલ પીધળી ગયું

વેલેન્ટાઈન ડે પર દરેક કપલને એકબીજાને શુ ગિફ્ટ આપવું તેનુ કન્ફ્યુઝન હોય છે. તો કેટલાક લોકો એવી ગિફ્ટ લાવતા હોય છે, જે આજીવન યાદગાર બની રહે. ગમતી વ્યક્તિને ખાસ ગિફ્ટ આપવામાં સુરતીઓનું દિલ સોનાનું છે. સુરતીઓનો પ્રેમ પણ સોના-ચાંદી અને ડાયમંડમાં ઝળકાય છે. ત્યારે સુરતની એક યુવતીએ પોતાના પતિને લગ્નની પહેલી એનિવર્સરી અને વેલેન્ટાઈન પર સોનાનું દિલ આપ્યું છે. 

સુરતની જાનુએ પતિને સોનાનું દિલ આપી દીધું, એનિવર્સરી ગિફ્ટ જોઈને પતિનું દિલ પીધળી ગયું

Valentine Day Gift ચેતન પટેલ/સુરત : વેલેન્ટાઈન ડે પર દરેક કપલને એકબીજાને શુ ગિફ્ટ આપવું તેનુ કન્ફ્યુઝન હોય છે. તો કેટલાક લોકો એવી ગિફ્ટ લાવતા હોય છે, જે આજીવન યાદગાર બની રહે. ગમતી વ્યક્તિને ખાસ ગિફ્ટ આપવામાં સુરતીઓનું દિલ સોનાનું છે. સુરતીઓનો પ્રેમ પણ સોના-ચાંદી અને ડાયમંડમાં ઝળકાય છે. ત્યારે સુરતની એક યુવતીએ પોતાના પતિને લગ્નની પહેલી એનિવર્સરી અને વેલેન્ટાઈન પર સોનાનું દિલ આપ્યું છે. 

fallbacks

સુરતના પરિધી અને દીપના લગ્ન એક વર્ષ પહેલા 2022 ના વર્ષમાં વેલેન્ટાઈન ડે પર થયા હતા. તેથી તેમના માટે આ વેલેન્ટાઈન ડે ડબલ સેલિબ્રેશન લઈને આવ્યું છે. તેથી પરિધીએ આ દિવસને ખાસ ગિફ્ટથી ખાસ બનાવવાનું નક્કી કર્યું. પરિધી પોતાના પતિ દીપને કંઈક ખાસ ગિફ્ટ આપવા માગતી હતી. તેથી તેણે પતિ માટે સોનાનુ દિલ બનાવ્યું.

fallbacks

પરિધીએ પતિ દીપ માટે સોનાના ગુલાબનો ગુલદસ્તો બનાવ્યો. તેણે પતિને 108 સોનાના ગુલાબનો ગુલદસ્તો બનાવીને ભેટ કર્યો છે.

fallbacks

ત્યારે આ જોઈને પતિ દીપ પણ ખુશ થઈ ગયા હતા. આ ગુલાબ દિલ આકારમા બનાવવામાં આવ્યું છે. તો બીજી તરફ સ્પેશિયલ ગિફ્ટ મેળવીને પતિ દીપ પણ ખુશ થઈ ગયા હતા.

fallbacks

આમ, સ્પેશિયલ ગિફ્ટ સાથે સુરતી કપલ વેલેન્ટાઈન ડે ઉજવવાનુ પ્લાન કરી રહ્યાં છે. પરિધીએ પતિ માટે બનાવેલા સોનાના ગુલાબની કિંમત લાખોમાં છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More