ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં પત્નીએ લાઈટ બિલ ભરવાના મામલે પતિને માર મારવાનો કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો હતો. તો આજે પતિએ પત્નીને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્ની વચ્ચે શારીરિક સંબંધોને લઈને થયેલા વિવાદ બાદ સમગ્ર મામલો નરોડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં રહેતા એક દંપતીના લગ્નજીવનને 22 વર્ષ થયા હતા. તેઓને સંતાનમાં 20 વર્ષની પુત્રી અને 16 વર્ષનો પુત્ર છે. ત્યારે બે દિવસની રાત્રે પત્ની જ્યારે સૂઈ ગઈ હતી, ત્યારે અચાનક પતિ આવ્યો હતો અને તેને શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી. દીકરી જાગતી હોવાથી પત્નીએ શારીરિક સબંધ બાંધવાની પતિને ના પડી હતી. મોડી રાત્રે પત્નીએ આવો જવાબ આપતા પતિ ગુસ્સે થયો હતો અને તેણે પોતાની પત્નીને માર માર્યો હતો. પતિ-પત્નીના આ ઝઘડામાં સંતાનો જાગી ગયા હતા. ત્યારે મા-બાપના ઝઘડામાં 16 વર્ષનો દીકરો વચ્ચે પડતા પિતાએ પોતાના જ દીકરના હાથ પર છરી મારી હતી. આમ ઈજાગ્રસ્ત પત્ની તથા પુત્રને અડધી રાત્રે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદની ફાઈવસ્ટાર હોટલે બોલિવુડના મ્યૂઝિક ડિરેક્ટર શેખરને 3 ઈંડાનું અધધધ બિલ પકડાવ્યું
આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પત્નીએ નરોડા પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. પત્નીએ પતિ સહિત દેરાણી-દિયર તેમજ સાસુ-સસરા વિરુદ્ધ નરોડા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે. પત્નીએ સાસરિયાઓ તેને દહેજ માટે અનેક વર્ષોથી ત્રાસ આપતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે