Home> Gujarat
Advertisement
Prev
Next

કેનેડાથી શરૂ થયેલા પ્રેમને કોરોનાએ હરાવ્યો... લગ્નના 8 મહિનામાં જ પતિ મરણશય્યા પર આવી ગયો

ગઈકાલે ગુજરાતનો એક કિસ્સાએ દેશભરમા ચર્ચા જગાવી. પત્નીના પ્રેમનો કિસ્સા હાઈકોર્ટ સુધી પહોંચ્યો. હાઈકોર્ટના જજ પણ પતિપત્નીનો પ્રેમ જોઈને ભાવુક થઈ ગયા અને એવા આદેશ કર્યા જે હાઈકોર્ટના ઈતિહાસમાં આજદિન સુધી ન થયા. આ કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં આવેલો રેરેસ્ટ ઓફ ધ રેર કેસ બની રહ્યો, પણ દેશભરમાં તેના વખાણ થયા. એક નજર કરીએ પતિ પત્નીના આ પ્રેમ પર.... 

કેનેડાથી શરૂ થયેલા પ્રેમને કોરોનાએ હરાવ્યો... લગ્નના 8 મહિનામાં જ પતિ મરણશય્યા પર આવી ગયો

ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલે ગુજરાતનો એક કિસ્સાએ દેશભરમા ચર્ચા જગાવી. પત્નીના પ્રેમનો કિસ્સા હાઈકોર્ટ સુધી પહોંચ્યો. હાઈકોર્ટના જજ પણ પતિપત્નીનો પ્રેમ જોઈને ભાવુક થઈ ગયા અને એવા આદેશ કર્યા જે હાઈકોર્ટના ઈતિહાસમાં આજદિન સુધી ન થયા. આ કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં આવેલો રેરેસ્ટ ઓફ ધ રેર કેસ બની રહ્યો, પણ દેશભરમાં તેના વખાણ થયા. એક નજર કરીએ પતિ પત્નીના આ પ્રેમ પર.... 

fallbacks

હાઈકોર્ટ પહોંચ્યો કિસ્સો 
ખાનગી હોસ્પિટલમાં કોરોના સંક્રમણમાં દાખલ પતિના મલ્ટીપલ ઓર્ગન ફેલ થતા પત્નીએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પતિના સંતાનની માતા બનવા પત્નીએ પતિના આઈ.વી.એફ માટે સેમ્પલ લેવા હાઇકોર્ટ (gujarat highcourt) માં અરજી કરતા હાઇકોર્ટે મંજૂરી આપી છે. માત્ર 15 મિનિટમાં હાઇકોર્ટ ઓનલાઇન સુનવણીમાં મંજૂરી આપી હતી. સાથે જ સ્થિતિની ગંભીરતા પારખીને ચુકાદાની ટેલિફોનિક જાણ હૉસ્પિટલને કરવામાં આવી, જેથી હૉસ્પિટલની ટીમ ઝડપથી સેમ્પલ મેળવી શકે.

આ પણ વાંચો : હોંશે હોંશે ઉદઘાટન કરેલી એક્વાટિક ગેલેરીમાં રોજ માછલીઓનાં થઈ રહ્યા છે મોત, જાણો કેમ

કેનેડાથી શરૂ થયેલા પ્રેમને કોરોનાએ હરાવ્યો...
અમદાવાદની યુવતીના લગ્ન ભરૂચના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તે પતિ સાથે કેનેડામાં સ્થાયી થઈ હતી. હાલ આ દંપતી પિતાની સેવા માટે ભારત આવ્યું છે. પરંતુ છેલ્લા 2 મહિનાથી પતિ કોરોના સંક્રમિત હોવાથી વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ (sterling hospital) માં સારવાર લઈ રહ્યાં છે. કોરોના સંક્રમણમાં પતિના બંને ફેફસાં ફેલ થઈ ગયા અને શરીરના અંગો કામ કરતા બંધ થયા છે. પરંતુ પતિના અંગો ફેલ થવા છતા પત્ની તેમના જ સંતાનોની માતા બનવા ઈચ્છા ધરાવે છે. પરંતુ આઇવીએફ (IVF) દ્વારા માતા બની શકાય એ માટે યુવતી છેલ્લા ત્રણ દિવસથી પતિના સેમ્પલ મેળવવા વિનંતી કરતી હતી. પરંતુ કાયદાકીય અને તબીબી કારણોસર પ્રક્રિયા હાથ ધરાઈ નહોતી. તેથી મહિલાએ આ માટે ન્યાય મેળવવા હાઈકોર્ટના દરવાજા ખખટાવ્યા હતા. 

આ પણ વાંચો : ધોરણ 9 થી 11ના વર્ગો ઓફલાઈન શરૂ થશે? આજે રૂપાણી સરકાર લેશે નિર્ણય

ગત વર્ષે જ લગ્ન થયા હતા
કેનેડામાં યુવક અને યુવતીએ બે વર્ષ સુધી ડેટ કર્યુ હતું. ત્યાર બાદ ગત વર્ષે ઓક્ટોબર 2020માં બંનેએ લગ્ન કર્યા હતા. પરિવાર ખુશીથી રહેતો હતો. પરંતુ ફ્રેબુઆરી 2021માં યુવકના પિતાને હૃદયની ગંભીર બીમારી થતાં બંને ભારત દોડી આવ્યા હતા. પિતાની સારવાર સફળ રહી, પરંતુ આ દરમિયાન હોસ્પિટલના ચક્કર ખાઈ રહેલા પુત્રની તબિયત લથડી હતી. તે કોરોનાગ્રસ્ત બન્યો હતો. પરંતુ તે આ મહામારીમાંથી ઉગારી ન શક્યો. યુવકનાં બન્ને ફેફસાંમાં કોરોના પ્રસરી ચૂક્યો હતો, જેને કારણે ઍક્મો (ecmo) સપોર્ટ પર મૂકવો પડ્યો અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરની સ્થિતિ આવી છે. આમ, જોતજોતામાં યુવક મરણપથારીએ પડ્યો અને લગ્નજીવનમાં દુખોનો પહાડ તૂટી પડ્યો.

પરંતુ આ વચ્ચે પત્નીએ હિંમત ન હારી. પતિની આ પરિસ્થિતિ પર તેણે કાળજુ કડક કર્યું અને માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી. જેથી તે પોતાના પતિનું સંતાન મેળવી શકે. તેણે ઈચ્છા વ્યક્ત કરી કે તે પોતાના પતિના અંશને જન્મ આપે. ડોક્ટરોને પતિના સ્પર્મ લેવા માટે અરજ કરી રહી હતી, પંરતુ હોસ્પિટલ દ્વારા આવુ પરમિશન વગર કરુ શક્ય ન હતુ. તેથી પત્નીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા અને IVF સિસ્ટમથી બેબી પ્લાન્ટ કરવા હાઇકોર્ટમાં અરજી કરી.

હાઈકોર્ટના જજ પણ ભાવુક બન્યા હતા 
આમ, સંતાનપ્રાપ્તિ માટે મહિલા હાઈકોર્ટમાં પહોંચી હતી.  હાઈકોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત ગંભીરતા પારખીને વિશેષાધિકારની રુએ માત્ર 15 મિનિટમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે યુવતીને પતિના વીર્યના સેમ્પલ મેળવવા મંજૂરી આપી છે. તેમજ ચુકાદો આપતી વખતે જજ સહિતના તમામ લોકો અત્યંત ભાવુક બની ગયા હતા. હાઈકોર્ટ સમક્ષ પ્રથમ એવો કિસ્સો આવ્યો, જેમાં મહિલાએ મુત્યુશય્યા પર પડેલા પતિના વીર્યના સેમ્પલ મેળવી તેના દ્વારા માતા બનવા માટે અરજી કરી હોય. હાઇકોર્ટે માત્ર 15 મિનિટમાં સુનાવણી પૂરી કરીને યુવકના વીર્યનાં સેમ્પલ લેવાની મંજૂરી આપતો ચુકાદો આપ્યો એટલું જ નહીં સ્થિતિની ગંભીરતા પારખીને ચુકાદાની ટેલિફોનિક જાણ હૉસ્પિટલને કરવામાં આવી જેથી હૉસ્પિટલની ટીમ ઝડપથી સેમ્પલ મેળવી શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More