અમદાવાદઃ મહારાષ્ટ્રમાં આવેલા નિસર્ગ વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ અનેક જગ્યાએ જોવા મળી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનું આગનમ થયું છે. ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, નવસારી, તાપી, પોરબંદર જિલ્લામાં ઘણી જગ્યાએ પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. ગુજરાતમાં આ વાવાઝોડુ ટકરાવાનો ખતરો ટળી ગયો હતો. પરંતુ રાજ્યમાં પવન અને વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સાવચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા 8 જિલ્લામાથી કુલ 63,798 લોકોનું સ્થળાંતર કરાયું હતું.
રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદનું આગમન
નિસર્ગ વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ક્યાંક ભારે તો કોઈ જગ્યાએ હળવો વરસાદ પણ થયો છે. તો ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી.
ગીર સોમનાથ જિલ્લાના વેળાકોટ, કોગીનારના અલીદર અને તાલાળાના ધુસિયા ગીર સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. અહી દરિયાકાંઠે નિરર્ગ વાવાઝોડાની અસર જોવા મળી હતી. તો તાપીમાં પણ ઘણા સ્થળે વરસાદ શરૂ થયો છે. સાબરકાંઠામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. અસહ્ય ગરમી બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો નવસારી જિલ્લાાં વાવાઝોડાની અસરની સાથે ભારે પવન ફૂંકાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન ફૂંકાવાને કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. તો ઘણી જગ્યાએ વરસાદ પણ થઈ રહ્યો છે.
તો ડાંગ અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો.
કચ્છમાં પવન સાથે વરસાદની એન્ટ્રી
નિસર્ગ વાવાઝોડાને લીધે કચ્છના વાતાવરણમાં બપોર બાદ પરિવર્તન આવ્યું હતું. વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ભારે પવન જોવા મળ્યો હતો. ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. ભુજના કોટડા-ચકોર, લાખોંદ, પધ્ધર, સણોસરા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. કચ્છના સામત્રા નેશનલ હાઈવે પર તો મિનિ વાવાઝોડુ ફુંકાયુ છે. અહીં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તો અંજાર ફ્રુટ માર્કેટમાં ભારે પવનને કારણે ડોમ ધરાશાયી થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે