રક્ષિત પંડ્યા, રાજકોટ : હાલમાં ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોમાં ઝપાટાબંધ વધારો થયો છે ત્યારે રાજકોટમાં વાઇન શોપ ખોલવાની ડિમાન્ડ કરવામાં આવી છે. હાલમાં લોકડાઉનના તબક્કામાં જરૂરી કરિયાણાની દુકાનો પણ ગણતરીના કલાકો માટે જ ખોલવામાં આવે છે ત્યારે ભાજપ અગ્રણી માજી સાંસદ રામજી માવાણી અને રમાબેન માવાણી દ્વારા સીએમને પત્ર લખીને આરોગ્ય સુખાકારી માટે વાઇન શોપ ખોલવા મંજૂરી આપવાની ડિમાન્ડ કરવામાં આવી છે.
આ પત્રમાં ગેરકાયદે દારૂના વેચાણનું દુષણ વધ્યાનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે પરમીટધારકો માટે દારૂ એ દવા છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં પરમીટધારકો આપઘાત કરવા લાગ્યા છે અને હેલ્થ માટે જે લોકોને પરમીટ આપવા આવી છે તેમની હાલત નાજુક છે.
ગુજરાતમાં કુલ 15 હોટસ્પોટ વિસ્તાર છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ભાવનગર સામેલ છે. ગુજરાતમાં હાલ કુલ 2272 કેસ કોવિડ 19ના છે, જે ગુજરાતના 28 જિલ્લાઓમાં છે. ગુજરાત માટે આ અતિગંભીર સમાચાર એ છે કે, હોટસ્પોટ કમ્યુનિટી ટ્રાન્સફર વધશે. અત્યાર સુધી ગુજરાત કોરોના કેસ મામલે બીજા સ્ટેજમાં હતું, હવે ત્રીજુ સ્ટેજ આવશે, જે ભયાનક કહેવાય છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ પણ કહ્યું કે, 15તી વધુ હોટસ્પોટ વિસ્તારો હવે ત્રીજા સ્ટેજમાં પ્રવેશ કરશે. અહીથી મોટા પ્રમાણમાં કમ્યુનિટી ટ્રાન્સફર થતુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે