Home> Gujarat
Advertisement
Prev
Next

અંગ્રેજો જેવી નીતિઓથી બીજેપી ભારતને ફરી ગુલામી તરફ લઇ જઇ રહી છે : અમિત ચાવડા

ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, સરકાર ખેડૂતોના મુદ્દે વિચારણા કરવા તૈયાર નથી. ગુજરાત સરકારની નીતિઓથી ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતો આર્થિક રીતે બરબાદ થઇ રહ્યા છે.

અંગ્રેજો જેવી નીતિઓથી બીજેપી ભારતને ફરી ગુલામી તરફ લઇ જઇ રહી છે : અમિત ચાવડા

અર્પણ કાયદાવાલા/ગાંધીનગર: કોગ્રેસના અમિત ચાવડાએ વિધાનસભાના સત્રની શરૂઆત પહેલા જ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, સરકાર ખેડૂતોના મુદ્દે વિચારણા કરવા તૈયાર નથી. ગુજરાત સરકારની નીતિઓથી ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતો આર્થિક રીતે બરબાદ થઇ રહ્યા છે. સેટેલાઇટ જમીન માપણી કરીને ખેડૂતભાઇને લડાવ્યા છે. અનેક વાર ખેડૂતો દ્વારા રજૂઆત કરવા છતાં પણ ખેડૂતોને વિજળી નથી મળતી. 

fallbacks

બહેરી મૂંગી સરાકાર સામે ખેડૂતોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો: અમિત ચાવડા
સરકાર ખેડૂતોના મુદ્દાઓ વિશે વિચારણા કરવા માટે તૈયાર નથી જેથી ખેડૂતોનો આક્રોશ વધી રહ્યો છે. ખેડૂતોના મુદ્દાને લઇને વિધાનસભામાં કોંગ્રેસ સરકારનો ધેરાવો કરશે. ગાંધીનગર આવતા કોગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા છે. અને સભાની મંજૂરી મળી હોવા છતા પણ પોલીસ કાર્યકરોને ડરાવી ધમકાવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More