અમદાવાદ : શિયાળાની શરૂઆત સાથે જ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. અમદાવાદનાં અર્બન હેલ્થ સેન્ટર અને કોર્પોરેશન દ્વારા ઉભા કરાયેલા ડોમમાં મોટા પ્રમાણમાં લોકો ટેસ્ટિંગ કરાવવા માટે ઉમટી રહ્યા છે. ભારે ભીડ ડોમની બહાર જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કેસ 1000ની નીચે ગયા બાદ અચાનક છેલ્લા 3 દિવસથી ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલા 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 30 થી 35% જેટલા કોરોનાના કેસોમાં વધારો થયો છે.
મોરબી: પોલીસ જવાને પોતાના જ ઘરે સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરતા ચકચાર
હાલ વધી રહેલા કેસોની સંખ્યા જોતા મે મહિનામાં આવતા કેસો જેવી સ્થિતિ પેદા થઇ છે. 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં જ્યાં અંદાજે 230 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ દાખલ રહેતા હતા હવે ત્યાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 320 પર જઈ પહોંચી ગઇ છે. હાલ દાખલ 320 દર્દીઓમાંથી 215 જેટલા દર્દીઓની ICU, બાયપેપ અને ઓક્સિજનના મામધ્યમથી અપાઈ રહી છે સારવાર, જ્યારે 105 દર્દીઓની હાલત હાલ સ્ટેબલ હોવાનું જણાવી રહ્યા છે. અમદાવાદ સિવિલમાં આવેલા 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં રોજના અંદાજે 60 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ થઈ રહ્યા છે દાખલ, OPD માં પણ અચાનક વધારો થવા લાગ્યો છે.
ખતરાની ઘંટી! શિયાળાની શરૂઆત થતા જ વધ્યું હવાનું પ્રદૂષણ, અત્યંત ચોંકાવનારા આંકડા
આજ પ્રકારે કેસો વધતા રહે તો અમદાવાદ સિવિલમાં આવેલી 1200 બેડ કોવિડ હોસ્પિટલના બેડ આગામી 10 દિવસમાં સંપૂર્ણ ભરાઈ જાય તેવી શક્યતા છે. જો કે તહેવાર નજીક હોવાથી આસપાસની હોસ્પિટલથી સિવિલમાં આવેલી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને રેફર કરાઈ રહ્યા હોવાની પણ શક્યતા છે. હવે દિવાળી નજીક હોવાથી લોકો ખરીદી કરવા બહાર નીકળી રહ્યા છે એવામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવાની ખાસ જરૂરિયાત પેદા થઈ છે. દિવાળીમાં પ્રદુષણ વધે તો અસ્થમા તેમજ બ્રોન્કાઈટીસના દર્દીઓને કોરોના વાયરસથી ખાસ બચવા માટે સલાહ અપાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે