ચેતન પટેલ/સુરત :સુરત (Surat)નો એક વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં કેવી રીતે એક મહિલા ટ્રાફિક (traffic rules) નો નિયમ (Motor Vehicle Act 2019) ભંગ કરવા પર દંડ ભરવાની રકમથી બચવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી રહી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. આ મહિલા જાહેરમાં પોલીસ કર્મચારીને ગાળો પણ ભાંડતી જોવા મળી છે.
ડો.એચ.એલ. ત્રિવેદીનો દેહ પંચમહાભૂતમાં વિલીન, પત્નીએ મુખાગ્નિ આપી, હાજર સૌ રડી પડ્યા...
આ ઘટના સુરતમાં બની હતી. આજે ટ્રાફિક પોલીસે એક મહિલાને રોકી હતી, કારણ કે તેની કાર પર બ્લેક ફિલ્મ લાગી હતી. ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોવાથી ટ્રાફિક પોલીસે મહિલાને દંડ ભરવાનું કહ્યું હતું. જેથી દંડની રકમ ભરવાથી બચવા માટે મહિલાએ જાહેરમાં નોટંકી શરૂ કરી હતી. એટલું જ નહિ, આ મહિલાએ જાહેરમાં પોલીસ સાથે મારામારી કરી હતી. તેણે પોલીસ કર્મીને ગાળો પણ આપી હતી.
આ દંડ ભરવાથી બચવા માટે મહિલાએ રોડ પર ભારે નોટંકી કરી હતી. તેમજ પોતે પીડિત છે તેવુ બતાવવા માંગતી હતી. પહેલા તો પોલીસ કર્મચારી સાથે બબાલ અને મારામારી કર્યા બાદ મહિલા બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારે આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે